Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

પ્રથમ તબક્કામાં 30 માંથી 26 સીટો જીતવાના અમિતભાઈના દાવા પર મમતાએ માર્યો ટોણો : કહ્યું 30 સીટ કેમ ના બોલ્યા ??

શું બાકીની કૉંગ્રેસ અને સીપીએમ માટે છોડી દીધી? ચૂંટણી થવાના ફક્ત એક દિવસ બાદ કોઈ આ દાવો કઈ રીતે કરી શકે છે?

કોલકતા : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 30 સીટો માંથી 26 સીટો પર ભાજપના જીતવાના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના દાવાને તૃણમૂલ કૉંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જીએ ફગાવતા રવિવારના કહ્યું કે, મતગણના બાદ જનતાનો નિર્ણય ખબર પડી જશે. શાહે નવી દિલ્હીમાં પોતાના નિવાસસ્થાન પર પત્રકારો સાથે વાતચીતમાં આ દાવો કર્યો હતો. જો કે મમતાએ શાહનું નામ નથી લીધું, પરંતુ તેમણે પ્રશ્ન કર્યો કે ચૂંટણી થવાના ફક્ત એક દિવસ બાદ જ આ પ્રકારનો દાવો કઈ રીત કરી શકાય છે.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં પહેલા તબક્કાના વોટિંગ બાદ અમિતભાઈ  શાહે દાવો કર્યો હતો કે બીજેપી 30 માંથી 26 સીટો પર જીત નોંધાવશે. આના પર વળતો પ્રહાર કરતા રવિવારના મમતા બેનર્જીએ કટાક્ષ ભર્યા અંદાજમાં કહ્યું કે તેઓ 30 સીટો કેમ ના બોલ્યા? શું બાકીની કૉંગ્રેસ અને સીપીએમ માટે છોડી દીધી? મમતાએ કહ્યું કે, કોને કેટલી સીટો મળશે એ તો મત ગણતરી બાદ ખબર પડી જશે. મમતાએ નામ લીધા વગર ફટકાર પણ લગાવી. તેમણે કહ્યું કે, ચૂંટણી થવાના ફક્ત એક દિવસ બાદ કોઈ આ દાવો કઈ રીતે કરી શકે છે?

મુખ્યમંત્રીએ નંદીગ્રામથી અડીને આવેલા ચંડીપુર વિધાનસભા ક્ષેત્રમાં એક ચૂંટણી રેલીમાં આ વાત કહી. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, “એક નેતાએ આજે કહ્યું કે, બીજેપી પહેલા તબક્કાની 30 માંથી 26 સીટો પર જીત મેળવશે. તમામ 30 સીટો પર દાવો કેમ ના કર્યો? શું તેમણે બાકીની સીટો કૉંગ્રેસ અને સીપીએમ માટે છોડી દીધી છે?” મમતાએ કહ્યું કે, તે કોઈ પણ પ્રકારનું અનુમાન નહીં લગાવે. તેમણે કહ્યું કે, આ જનતાનો નિર્ણય છે, જે મત ગણતરી બાદ ખબર પડશે. તેમણે કહ્યું કે, કેમકે 84 ટકા મતદાન થયું છે, હું અંદાજો લગાવી શકુ છું કે લોકોએ અમારા પક્ષમાં વોટ આપ્યા છે.

(12:00 am IST)