Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

પવાર સાથેની મુલાકાત પર બોલ્યા શાહ- દરેક વાત સાર્વજનિક કરવાની જરૂરત નથી

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ચાલી રહ્યું છે. પૂર્વ મુંબઈ પોલીસ કમિશ્નર પરમવીર સિંહે ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિપક્ષી પાર્ટી બીજેપી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી રહી છે. એવામાં સમાચાર આવ્યા છે કે, એનસીપી પ્રમુખ શરદ પવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. 28 માર્ચે જ્યારે શાહને એક પ્રેસ કોન્ફ્રન્સમાં મુલાકાત વિશે પૂછવામાં આવ્યું તો તેમને કહ્યું કે, દરેક વાત સાર્વજનિક કરવાની જરૂરત નથી.

એટલે કે અમિત શાહે સ્પષ્ટ રીતે મુલાકાતનો અસ્વીકાર કરી દીધો છે. પવારની પાર્ટી એનસીપી મહારાષ્ટ્રમાં શિવસેના અને કોંગ્રેસ સાથે ગઠબંધનની સરકારમાં છે.

જોકે, એનસીપી નેતા નવાબ મલિકે આવી કોઈપણ મુલાકાતથી ઈન્કાર કર્યો છે. મલિકે કહ્યું કે, પાછલા બે દિવસોથી ટ્વિટર પર અફવા ફેલાવવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ અંબાણી બોમ્બ ધમકી કેસમાં અનેક રીતના આરોપોનો સામનો કરી રહ્યાં છે. વિપક્ષ પણ સતત કેસને લઈને તેમના રાજીનામાની માંગ કરી રહ્યું છે. પરંતુ જ્યારે પરમવીર સિંહે દેશમુખ પર આરોપ લગાવ્યા હતા, ત્યારે પોતે શરદ પવારે સામે આવીને આરોપોનો જવાબ આપ્યો હતો. દેશમુખ એનસીપીના નેતા છે અને પાર્ટીના ક્વોટાથી ગૃહમંત્રી બન્યા છે.

માત્ર વિપક્ષ નહીં, શિવસેના તરફથી પણ દેશમુખ પર નિશાન સાંધવામાં આવી રહ્યો છે, એવામાં શાહ અને પવારની મુલાકાતને લઈને ચર્ચા ખુબ ગરમ છે.

ક્યારે થઈ શાહ-પવારની મુલાકાત

એક મીડિયા રિપોર્ટ અનુસાર, અમિત શાહે 27 માર્ચે અમદાવાદમાં મુલાકાત કરી હતી. રિપોર્ટ્સનું કહેવું છે કે, પવાર સાથે એનસીપી નેતા પ્રફુલ પટેલ પણ હાજર છે. મુલાકાત અમદાવાદના એક ફાર્મ હાઉસમાં થઈ હતી.

28 માર્ચે અમિત શાહે પોતાના આવાસ પર એક પ્રેસ કોન્ફ્રન્સ રાખી હતી. દરમિયાન જ્યારે તેમના સાથે મુલાકામાં વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો શાહે કહ્યું, “દરેક વાત સાર્વજનિક કરવાની જરૂરત નથી.”

પવાર અને શાહની મુલાકાતના સમાચાર એવા સમયે સામે આવ્યા છે, જ્યારે મુકેશ અંબાણી ધમકી કેસ અને મનસુખ હિરેન મોતના કેસમાં તપાસ NIA કરી રહી છે. અંબાણી ધમકી કેસ સાથે જોડાયેલા સબ-ઈન્સપેક્ટર સચિન વઝેની ધરપકડ પછી મુંબઈ પર અનેક પ્રશ્ન ઉભા થયા હતા, તે પછી પરમવીર સિંહની બદલી કરી દેવામાં આવી હતી.

જોકે, હાલમાં સ્થિતિ સામાન્ય લાગી રહી છે પરંતુ શરદ પવાર અને અમિત શાહની બેઠક પછી અટકળો લગાવવાની શરૂ થઈ ગઈ છે કે, શું બેઠકમાં મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઘમાસાણ પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે?

(10:37 am IST)