Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

બિહારમાં કરુણ ઘટના: બોધગયામાં હોલિકા દહન પછી ડુંગર પર આગની જ્વાળાઓ વચ્ચે ફસાઈ જતા ત્રણ બાળકો જીવતા ભસ્મીભૂત

પટણા: રવિવારે રાત્રે બોધગયામાં હોલિકા દહન બાદ આગમાં ત્રણ બાળકોના મોત નિપજયા હતા.  આ અકસ્માત ડુંગર પરની ઝાડીઓમાં લાગેલી આગને કારણે થયો હતો. પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

મૃતકોમાં કલેશ્વર માંઝીનો ૧૨ વર્ષનો પુત્ર રોહિત કુમાર, બાબુલાલ માંઝીનો ૧૩ વર્ષનો પુત્ર નંદલાલ માંઝી અને પિન્ટુ માંઝીનો ૧૨ વર્ષનો ઉપેન્દ્ર કુમાર શામેલ છે.  જ્યારે, મોરેટલ પંચાયતના નાયબ સરપંચ ગીતા દેવીનો ૧૨ વર્ષનો પુત્ર રિતેશ કુમાર ગંભીર છે.

ગામલોકોએ જણાવ્યું કે હોલીકા દહન પછી બાળકો એક સાથે ગામની સામેની ટેકરી પર ગયા.  બાળકો ડુંગર પર ખૂબ આગળ ગયા.  તે દરમિયાન, એક બાળકે એક ડુંગર પરની ઝાડી  ઉપર એક સળગતી ડાળખી નાખી.  જેના કારણે આખી ઝાડીમાં આગ લાગી હતી.

અગ્નિની જ્વાળાઓ વીજળીક ઝડપે ફેલાઈ જતા, અને ત્યાં બીજો કોઈ રસ્તો ન હોવાને કારણે તેઓ પહાડ ઉપર ચડવા લાગ્યા.  ચારેય બાળકોએ આગની જ્વાળાઓમાંથી છટકીને બચવાનો ભારે પ્રયાસ કર્યો  પરંતુ બધા જ આગમાં ભસ્મીભૂત થઈ ગયા. તેમાંથી ત્રણ  બાળકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ચોથું બાળક ગંભીર છે.

(1:46 pm IST)