Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

મ્યાંમારમાં પ્રદર્શનકારીઓના મોત પછી સૈન્ય પ્રમુખ મિન આંગ લાઈંગ અને તેમના જનરલોએ પાર્ટી કરી.

મ્યાનમારમાં ‘સશસ્ત્ર દળ દિવસ’ના અવસરે સેનાની ચેતવણી છતાં રસ્તા ઉપર ઉતરેલા સેન્ડડો પ્રદર્શનકારઓમાંથી 90થી વધારે લોકોને ગોળીઓ વાગવાથી માર્યા ગયા, પરંતુ તે છતાં સૈન્ય પ્રમુખ મિન આંગ લાઈંગ અને તેમના જનરલોએ રાતમાં ભવ્ય પાર્ટી કરી હતી .

કેટલાક સમાચારોમાં કહેવામાં આવ્યું છે કે, રવિવારે જ્યારે મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યો હતો, તેમાં સેનાએ દખલગીરી કરવાની કોશિશ કરી હતી શનિવારે સેનાના દમન છતાં રવિવારે વિરોધ-પ્રદર્શનોના સિલસિલો યથાવત રહ્યો છે

 

મ્યાંમારમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં સૈન્ય તખ્તાપલટ પછી શનિવારે 27 માર્ચના દિવસે પ્રદર્શનકારીઓ માટે સૌથી વધારે હિંસક સાબિત થયો. ફેબ્રુઆરીથી અત્યાર સુધી પ્રદર્શન દરમિયાન 400થી વધારે લોકો માર્યા ગયા છે.

રવિવારે અનેક દેશોના રક્ષાના પ્રમુખોએ એક સંયુક્ત નિવેદ રજૂ કરીને મ્યાંમારની હિંસક સૈન્ય કાર્યવાહીની ટીકા કરી છે.

આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “કોઈપણ પ્રોફેસનલ ફોજ આચરણના કેસમાં આંતરાષ્ટ્રીય માપદંડો પાલન કરે છે અને તેની જવાબદારી પોતાના દેશોના લોકોને નુકશાન પહોંચાડવાની નહીં પરંતુ બચાવવાની હોય છે.”

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરેશે કહ્યું છે કે, મ્યાંમારમાં અનેક હિંસાથી તેમને ઉંડો સદમો લાગ્યો છે.બ્રિટનના વિદેશ પ્રધાન ડોમિનિક રાબે તેને ‘પતનનું એક નવું સ્તર’ ગણાવ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રના વિશેષ દૂત ટોમ એન્ડ્રૂસે આ સિલસિલામાં એક આંતરાષ્ટ્રીય આપાત સંમેલન બોલાવવાની માંગ કરી છે.

મ્યાંમારની ટીકા કરનારા દેશોમાં અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સામેલ છે, પરંતુ ચીન અને રશિયા મ્યાંમારની ટીકામાં સામેલ થયા નથી.

(2:57 pm IST)