Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

દિલ્હીમાં કોરોના બેકાબુ : સત્તત વધતા કેસથી ફફડાટ : છેલ્લા 24 કલાકમાં 1490 કેસ નોંધાયા: બે દર્દીના મૃત્યુ

રાજધાની દિલ્હીમાં કોરોનાની ચોથી લહેર શરુ થઈ હોવાની પૂરી સંભાવના

નવી દિલ્હી :  રાજધાની દિલ્હીમાં કોરોનાની ચોથી લહેર શરુ થઈ હોવાની પૂરી સંભાવના છે. દિલ્હીમાં છેલ્લા સાત દિવસથી કોરોનાના 1000થી વધારે કેસ આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 1490 કેસ સામે આવ્યા છે તથા બે લોકોના મોત થયા છે. ગઈકાલે  1367 કેસ નોંધાયા હતા.આ રીતે જોવા જઈએ તો એક દિવસમાં કોરોના કેસમાં 130નો વધારો આવ્યો છે.

   આરોગ્ય વિભાગના બુલેટિન અનુસાર, દિલ્હીમાં  બુધવારે 32,248 લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યાં હતા જેમાં 4.62 ટકા દર્દીઓ ચેપગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં 18,79,948 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 18,48,526 દર્દીઓ સાજા થયા હતા, જ્યારે 26,172 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. દિલ્હીમાં કોરોનાથી મૃત્યુ દર 1.39 ટકા છે.

 વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં કોરોનાના સક્રિય દર્દીઓ વધીને 5250 થઈ ગયા છે. જેમાંથી 3636 દર્દીઓ હોમ આઈસોલેશનમાં દાખલ છે જ્યારે 124 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલોમાં દાખલ દર્દીઓમાંથી 37 આઇસીયુમાં, 44 ઓક્સિજન સપોર્ટ પર અને 2 વેન્ટિલેટર પર દાખલ છે.

 

(10:38 pm IST)