Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યાએ કેટવોકમાં મોટી અભિનેત્રીઓને પણ છોડી પાછળ : વિડિઓ વાયરલ

એક યુઝરે લખ્યું છે કે, ‘શું વાત છે, ઐશ્વર્યા રાય કરતા પણ મોટી સ્ટાર બનશે.

મુંબઈ :બોલિવૂડ સ્ટાર્સ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા બચ્ચન બાળપણથી જ સોશિયલ મીડિયામાં ઘણી લોકપ્રિય છે. ફેશન, લુક અને સ્ટાઈલની બાબતમાં આરાધ્યા મોટાભાગે તેની માતા ઐશ્વર્યા રાય પર ગઈ છે. આ સાબિત કરે છે તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ. તાજેતરમાં તેનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રેમ્પ વોક કરતી વખતે આરાધ્યાનો એક ખૂબ જ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. ઐશ્વર્યા રાય બચ્ચન તેની મોટાભાગની ઈવેન્ટમાં દીકરી આરાધ્યા બચ્ચનને સાથે લઇ જાય છે.

આ આરાધ્યા બચ્ચનનો નવો વીડિયો નથી, પરંતુ ઘણો જૂનો વીડિયો છે. જ્યારે માતા ઐશ્વર્યા રાય બચ્ચન સાથે આરાધ્યા બચ્ચન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી. ત્યારે આરાધ્યાએ કાન્સ સેરેમનીના બેકસ્ટેજ પર ખૂબ જ મસ્તી કરી છે. જે આ BTS વીડિયો જોયા બાદ સ્પષ્ટ થઈ રહ્યું છે.

આરાધ્યા બચ્ચનની સોશિયલ મીડિયા પર તસવીરો જોઈએ તો ક્યારેક તેણી સ્કૂલ એક્ટિવિટી કરતી હોય છે તો ક્યારેક માતા-પિતા સાથે સ્પોટ થતી હોય છે. આરાધ્યાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કેટવોક કરતી જોવા મળી રહી છે. આરાધ્યાનું આ શાનદાર કેટવોક જોઈને તમે કહી શકો છો કે તે અનેક સુપર મોડેલ્સને પાછળ છોડી રહી છે. આ વીડિયોમાં આરાધ્યા પિંક કલરના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

 

(11:51 pm IST)