Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

મસ્કે ટેસ્લાના લગભગ ૪ અબજ ડોલરના શેર વેચ્યા

ટ્વીટરને ખરીદવા ફંડની તૈયારી કરતા એલોન મસ્ક : ૮૭૦ ડોલરથી ૯૯૯ ડોલર પ્રતિ શેરના ભાવે ટેસ્લાના શેર વેચીને મસ્કે ૩.૯ અબજ ડોલર ઊભા કર્યા

વોશિંગ્ટન, તા.૨૯ ઃ વિશ્વના સૌથી મોટા ધનકુબેરે ટ્વિટરને ખરીદવા માટે કરેલ ૪૪ અબજ ડોલરના સોદા માટે હવે ભંડોળ એકત્રીકરણની તૈયારી કરી રહ્યાં છે. ટેસ્લાના સીઇઓ એલોન મસ્કે ઇલેક્ટ્રિક કાર કંપનીમાં લગભગ ૪ અબજ ડોલરના શેર વેચ્યા છે.

યુએસ માર્કેટ રેગ્યુલેટર, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન ખાતેની ફાઇલિંગ અનુસાર, મંગળવાર અને બુધવારે ટેસ્લાના લગભગ ૪.૪ મિલિયન શેર વેચાયા હતા. મસ્કે ૮૭૦ ડોલરથી ૯૯૯ ડોલર પ્રતિ શેરના ભાવે ટેસ્લાના શેર વેચીને મસ્કે ૩.૯ અબજ ડોલર ઉભા કર્યા છે.

ઈવી કાર કંપની ટેસ્લા અને સ્પેસએક્સના પ્રમોટરે જણાવ્યું હતું કે તેમની આગામી સમયમાં વધુ શેર વેચવાની કોઈ યોજના નથી. અન્ય એક અહેવાલ અનુસાર હવે ફેડરલ ટ્રેડ કમિશને મસ્ક દ્વારા શરૃઆતમાં ટ્વિટરમાં ખરીદેલ નવ ટકા હિસ્સા મામલે તપાસ શરૃ કરી છે. કમિશન ચકાસશે કે આ સ્ટેક ખરીદવો યોગ્ય હતો કે નહિ અને તમામ ડિસ્કલોઝર યોગ્ય સમયે જાહેર કરવામાં આવ્યા હતા કે નહિ. એલોન મસ્કે ૨૫ એપ્રિલે ટ્વિટરને ૪૪ અબજ ડોલરમાં ખરીદવા માટે સોશિયલ નેટવર્કિંગ કંપની સાથે કરાર કર્યો હતો.

ટ્વિટરને ખરીદ્યા બાદ મસ્કે ટેસ્લાના શેર વેચીને પૈસા એકત્ર કરવા પડશે તેવી આશંકાઓ અગાઉથી જ સેવાઈ રહી હતી તેથી ટેસ્લાના શેરમાં છેલ્લા ૧૦ દિવસમાં મસમોટો કડાકો જોવા મળ્યો છે.  એલોન મસ્કની ટ્વિટરની ખરીદી પછી ટેસ્લાના શેરમાં ઘટાડો થતા ટેસ્લાનું બજાર મૂલ્ય એક જ દિવસમાં ૧૦૦ અબજ ડોલર ઘટી ગયું હતુ. આ ડીલ પહેલા કંપનીનું માર્કેટ કેપ એક ટ્રિલિયન ડોલર હતું, જે ડીલના બીજા જ દિવસે ઘટીને ૯૦૬ બિલિયન ડોલર થઈ ગયું હતુ.

મસ્ક શેર વેચશે તેવી આશંકાને પગલે અમેરિકન બજારમાં બુધવારે ટેસ્લાનો શેર ૧૨% ગગડ્યો હતો. ગઈકાલના કડાકને પગલે ટેસ્લાની માર્કેટ કેપિટલમાં ૧૨૬ અબજ ડોલરનો ઘટાડો માત્ર એક જ દિવસમાં નોંધાયો છે. આંકડાકીય રમત જોઈએ તો મસ્કની સ્થાપિત કરેલ કંપની ટેસ્લાના બજાર મૂલ્યમાં એક જ દિવસમાં આવેલો ઘટાડો મસ્કના નવા હસ્તાંતરણ ટ્વિટરને ચૂકવવાના થતા ૪૪ અબજ ડોલર કરતા ત્રણ ગણાં છે.

(8:19 pm IST)