Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

૧૧૫ વર્ષ પહેલાં વિલુપ્ત થયેલી મહાકાય કાચબાની પ્રજાતી મળી

વિશ્વના કાચબાઓના સૌથી મોટા ઘરમાંથી સમાચાર : આ વયસ્ક માદા કાચબાને ૨૦૧૯માં શોધાઈ હતી, વૈજ્ઞાનિકો આ પ્રજાતિને લઈને અભ્યાસ કરી રહ્યા હતા

ક્વિટો, તા. ૨૮ : પ્રશાંત મહાસાગરમાં સ્થિત દુનિયાના સૌથી મોટા કાચબાઓના ઘર ગેલાપાગોસ દ્વીપસમૂહમાંથી એક મહત્વના સમાચાર આવ્યા છે. અહીં વૈજ્ઞાનિકોની એક ટીમને મહાકાય કાચબાની એક એવી પ્રજાતિ મળી આવી છે, જે લગભગ ૧૧૫ વર્ષ પહેલા વિલુપ્ત થઈ ગઈ હતી. આ વયસ્ક માદા કાચબાને ૨૦૧૯માં શોધવામાં આવી હતી, જોકે, ત્યારથી લઈને અત્યાર સુધી વૈજ્ઞાનિકો આ પ્રજાતિને લઈને અભ્યાસ કરી રહ્યા હતા.

હવે વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, આનુવંશિક વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે, આ માદા ફર્નાડીના જાયન્ટ કાચબો (ચેલોનોઈડિસ ફેન્ટસ્ટિક્સ) છે. તે પછીથી પર્યાવરણના ક્ષેત્રમાં સક્રિય વૈજ્ઞાનિકોએ ખુશી વ્યક્ત કરી છે. આ દ્વીપસમૂહ પર હાલમાં લેટિન અમેરિકાના દેશ ઈક્વાડોરનો કબજો છે. આ અહેવાલ બાદ ઈક્વાડોરના પર્યાવરણ મંત્રી ગુસ્તાવો મેનરિકએ ટ્વિટર પર આ અહેવાલની પુષ્ટિ કરતા લખ્યું- 'આશા હજુ જીવે છે.'

કાચબાની આ પ્રજાતિનો ગેલાપાગોસ દ્વીપસમૂહમાં ફરવા આવનારા યુરોપીયન અને કોલોનિયનએ માંસ માટે ખૂબ શિકાર કર્યો. તેમના આડેધડ શિકારની ઝપેટમાં આ દ્વીપસમૂહમાં મળી આવતા કાચબાની ઘણી પ્રજાતિઓ આવી. પરંતુ, ફર્નાન્ડીના દ્વીપ પર મળથીા ચેલોનોઈડિસ ફેન્ટાસ્ટિક્સ કાચબા વિલુપ્ત થઈ ગયા હતા. આ પ્રજાતિના કાચબાને છેલ્લે ૧૯૦૬માં જોવામાં આવ્યા હતા.

હકીકતમાં, ૨૦૧૯માં વૈજ્ઞાનિકોની એક ટીપ પશ્ચિમ ઈક્વાડોર ક્ષેત્રમાં ગેલાપાગોસ દ્વીપસમૂહના ફર્નાન્ડીના દ્વીપ પર પહોંચ્યા હતા. આ દ્વીપ પર જ તેમને કાચબાની આ માદા જાતિ મળી. વિલુપ્ત થયેલી પ્રજાતિ સાથેથી લિંકને સાબિત કરવા માટે યેલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ચેલોનોઈડિસ ફેન્ટાસ્ટિક પ્રજાતિના નરના અવશેષો સાથે સરખામણી કરવા માટે માદાના નમૂના લીધા.

ઈક્વાડોરના પર્યાવરણ મંત્રી ગુસ્તાવો મેનરિકે કહ્યું કે, 'એવું માનવામાં આવતું હતું કે, તે ૧૦૦ વર્ષ કરતા પણ પહેલા વિલુપ્ત થઈ ગયા હતા. અમે તેના અસ્તિત્વની પુષ્ટિ કરી છે. ચેલોનોઈડિસ ફેન્ટાસ્ટિક્સ પ્રજાતિના કાચબા ગેલાપાગોસમાં મળી આવ્યા હતા. આશા જળવાયેલી છે.!' ૨૦૧૯ના અભિયાન દરમિયાન, ગેલાપાગોસ નેશનલ પાર્ક અને યુએસ એનજીઓ ગેલાપાગોસ કન્ઝર્વન્સીના રિસર્ચર્સએ કડક થઈ ચૂકેલા લાવા પ્રવાહના ત્રણ માઈલના અંતરને પાર કરી કાચબાના કેટલાક અવશેષોને શોધ્યા હતા.

(12:00 am IST)