Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

મિડ ડે મીલ સ્કીમ હેઠળ ૧૧.૮ કરોડ છાત્રોને ડીબીટીના માધ્યમથી ખાતામાં પૈસા મોકલશે કેન્દ્ર સરકાર

સરકાર રાજ્ય સરકારોને આ માટે રૂ. ૧૨૦૦ કરોડ આપશેઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રી

નવી દિલ્હી, ૨૯ :. મિડ ડે મીલ સ્કીમ એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર (ડીબીટી)ના માધ્યમથી રોકડ રકમ મોકલવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકે મિડ ડે મીલ સ્કીમના તમામ પાત્રો બાળકો માટે ભોજન પકાવવાની કોસ્ટની બરાબરની રકમ આપવાને મંજુરી આપી છે.

આ હેઠળ ડીબીટીના માધ્યમથી ૧૧.૮ કરોડ છાત્રોને રોકડ રકમ મળશે. જેનાથી મિડ ડે મીલ સ્કીમને વેગ મળશે. આ ભારત સરકારની પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લગભગ ૮૦ કરોડ લાભાર્થીઓને પ્રતિ વ્યકિત દર મહિને ૫ કિ.ગ્રા.ના દરની વિનામૂલ્યે અન્ન વિતરણની જાહેરાતથી અલગ છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ ટવીટ કર્યુ છે કે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર લગભગ ૧૧.૮ કરોડ છાત્રોને ડીબીટી થકી આર્થિક સહાયતા આપશે. આ માટે ફંડમાં વધુ ૧૨૦૦ કરોડ રૂપિયા આપવામાં આવશે.

આ નિર્ણયથી બાળકોના પોષણના સ્તરમાં વધારો થશે અને કપરાકાળમાં ઈમ્યુનીટી વધારવામાં મદદ મળશે. કેન્દ્ર સરકાર આ માટે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ૧૨૦૦ કરોડ રૂપિયા આપશે.

(10:49 am IST)