Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

કોવિડ સંબંધિત માલ - સામાન પર 31 ઓગસ્ટ સુધી નહીં લાગે આયાત ડ્યુટી : જીએસટી કાઉન્સિલનો મોટો નિર્ણય

બ્લેક ફંગસનાં વધતા જતા કેસોને પગલે Amphotericin Bને પણ GSTમાંથી મુક્તિની કેટેગરીમાં સમાવેશ કરાયો

નવી દિલ્હી : કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, નાણાં પ્રધાન નિર્મલા સીતીરમને મોટી જાહેરાત કરી છે, 31 ઓગસ્ટ સુધીમાં GST સાથે સંબધિત સામાન પર આયાત ડ્યુટી વધારવાનો નિર્ણય કર્યો છે. વર્તમાન પરિસ્થિતિ અને ઉદ્યોગની માંગને ધ્યાનમાં રાખીને નાણાં પ્રધાને આ નિર્ણય કર્યો છે કે COVIDનાં સામાન પર આયાત ડ્યૂટી લાગું કરવામાં આવશે નહીં. GSTની આ બેઠક કોરોના સમયગાળામાં સાત મહિના પછી થઈ હતી. કોરોનાની બીજી લહેર જોતા સરકારે નિર્ણય કર્યો છે કે કોરોનાને લગતી ચીજો પર રાહત આપવામાં આવે.

કોરોના મેડિસિન અને ઉપકરણો પર જીએસટીમાં ઘટાડા અંગે નિર્મલા સીતારામણે કહ્યું કે આ મુદ્દે ગંભીર ચર્ચા થઈ હતી. ઘણી બાબતો ઉભા કરવામાં આવી હતી અને તે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જીએસટી કાઉન્સિલે કોરોના ઇક્વિપમેન્ટ્સની આયાત પર GSTને 31 ઓગસ્ટ 2021 સુધી મુક્તી આપવાનો નિર્ણય કર્યો છે. GSTમાં તત્કાળ મુક્તિ COVID ઉપકરણો પર આપવામાં આવી છે. કર મુક્તિ આપવા માટે મંત્રાલયોનું એક જૂથ બનાવવામાં આવ્યું છે. અન્ય કોઈપણ ઉપકરણો પર ટેક્સ ઘટાડવો જોઇએ કે કેમ તે અંગે આઠમી જૂન પહેલા આખરી નિર્ણય લેવામાં આવશે. બ્લેક ફંગસનાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે Amphotericin Bને GSTમાંથી મુક્તિની કેટેગરીમાં સમાવેશ કરવામાં આવી છે.

(11:07 pm IST)