Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

માયાવતી વિરુદ્ધ ભદ્દી કોમેન્ટ કરવી મોંઘી પડી :અભિનેતા રણદીપ હુડ્ડાને યુએનના એમ્બેસેડર પદ પરથી હટાવી દીધો

યુનાઈટેડ નેશને હુડ્ડાને જંગલી જાનવરોની પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ સંમેલન (CMS)ના એમ્બેસેડર પદ પરથી હુડ્ડાને હટાવ્યો

લખનઉ: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી વિરુદ્ધ ભદ્દી કોમેન્ટ કરવી બૉલિવૂડ અભિનેતા રણદીપ હુડ્ડાનેમોંઘી પડી રહી છે. સોશિયલ મીડિયા પર રણદીપ હુડ્ડાની ધરપકડની માંગ થઈ રહી છે. એવામાં સંયુક્ત રાષ્ટ્રએ પણ હુડ્ડા પર એક્શન લીધી છે. યુનાઈટેડ નેશને હુડ્ડાને જંગલી જાનવરોની પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ સંમેલન (CMS)ના એમ્બેસેડર પદ પરથી હટાવી દીધો છે.

સંયુક્ત રાષ્ટ્ર સચિવાલયે નિવેદનમાં કહ્યું કે, અભિનેતા રણદીપ હુડ્ડાને (Randeep Hooda) જંગલી જાનવરોની પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ સંમેલનના એમ્બેસેડર પદ પરથી હટાવી લેવામાં આવ્યો છે. આ પગલું એક જૂનો વીડિયો વાયરલ થયા બાદ લેવામાં આવ્યું છે. જેમાં રણદીપ હુડ્ડા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી પર સેક્સિએસ્ટ અને જાતિવાદી કોમેન્ટ કરતા જોવા મળી રહ્યાં છે.

 

અમને હાલમાં જ એક વીડિયો ક્લિપ વિશે જાણ થઈ છે. આ વીડિયોમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ વાંધાજનક છે. એવુ પણ કહેવામાં આવ્યું છે કે, જ્યારે હુડ્ડાને (Randeep Hooda) ફેબ્રુઆરી-2020માં પ્રવાસી પ્રજાતિઓ માટે CMS એમ્બેસેડર તરીકે નિમણૂંક આપવામાં આવી હતી, તે સમયે સંગઠન 2012ના વીડિયો વિશે કશું જાણતું નહતું.

હકીકતમાં વર્ષ 2012માં એક મીડિયા હાઉસના કાર્યક્રમમાં રણદીપ હુડ્ડાએ સ્ટેજ પરથી એક જોક્સ કહ્યું હતો.
“મિસ માયાવતી 2 બાળકો સાથે ગલીમાંથી જઈ રહી હતી. જ્યાં એક વ્યક્તિ હતું, તેણે તેમને પૂછ્યું કે, શું આ બન્ને જોડિયા બાળકો છે? જેના જવાબમાં તેણી કહે છે કે, ના એક 4 વર્ષનો અને બીજો 8 વર્ષનો છે. જે બાદ તે વ્યક્તિએ કહ્યું કે, મને વિશ્વાસ નથી થતો, કોઈ વ્યક્તિ ત્યાં બે વખત કેવી રીતે જઈ શકે છે.”

રણદીપ હુડ્ડાના આ ભદ્દા જોક્સ પર સોશિયલ મીડિયામાં લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. આ સાથે જ તેની ધરપકડની માંગ કરવા માટે હૈશટેગ પણ ચલાવી રહ્યાં છે.

(12:14 am IST)