Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

પીએમ મોદી માત્ર પોતાની પોલિટિકલ TRP વધારવા માટે મુખ્યમંત્રીઓને ફોન કરે છે :સમસ્યા સાંભળતા નથી

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ફરી એકવાર વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા: કેન્દ્ર સુવિધાના નામ પર માત્રને માત્ર ચર્ચાઓ કરે છે: ઝારખંડ દેશમાં સૌથી વધુ ઑક્સીજન સપ્લાય કરતું રાજ્ય પણ પોતાની જ સીમામાં ઑક્સીજન પહોંચાડવા માટે કેન્દ્ર સરકારની અનુમતિ લેવી પડે છે

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ફરી એકવાર વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા છે. એક ન્યૂઝ સાથે વાત કરતાં કરતાં તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે આ સંકટની ઘડીમાં દરેક રાજ્યોને પોતાના હાલ પર છોડી દીધા છે. તેઓ માત્ર પોતાની પોલિટિકલ TRP વધારવા માટે મુખ્યમંત્રીઓને ફોન કરે છે, તે મુખ્યમંત્રીઓ સાથે ફોન પર વાત કરતાં સમયે રાજયની કોઈ પણ સમસ્યા સાંભળતા નથી અને કોરોના સંક્રમણ વિશે કોઈ વાત કરતાં નથી

 . તેમણે વધુમાં કહ્યું કે અત્યારે દેશ એક ભયંકર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. આ સમયે બધાની સાથે રહીન લડવાનું છે. રાજનીતિ તો પછી પણ કરી શકાય તેમ છે. કેન્દ્રએ અમારી સ્થિતિ સમજીને અમને મદદ કરવાની હતી, પણ રાજ્યોને પોતાના હાલ પર છોડી દીધા છે. ના દવા આપી કે ના ઑક્સીજન આપ્યો.

   વધુમાં તેમણે કહ્યું કે કેન્દ્ર સુવિધાના નામ પર માત્રને માત્ર ચર્ચાઓ કરે છે, જે એકદમ ખોટું પગલું છે. અહિયાં અમારી સત્તા ચાલતું હોવાથી તેઓ અમારી સાથે રાજકારણ રમી રહ્યા છે. ઝારખંડ દેશમાં સૌથી વધુ ઑક્સીજન સપ્લાય કરતું રાજ્ય છે, પણ પોતાની જ સીમામાં ઑક્સીજન પહોંચાડવા માટે કેન્દ્ર સરકારની અનુમતિ લેવી પડે છે. આ માટે તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ વાત કરી હતી, પણ તેમણે પણ આ નિયમો સમજાવ્યા. કોરોનાની બીજી લહેરમાં કેન્દ્ર સરકાર દ્વારા ઘણી બધી ભૂલો થઈ છે. બધા જિલ્લાઓ સાથેના DM સાથેની મિટિંગમાં પણ તેઓ માત્ર એકલા બોલતા રહ્યા

(12:56 am IST)