Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

કોવિડ ટેસ્ટિંગની નવી રીત : મીઠાના પાણીથી કરવા પડશે કોગળા :માત્ર ત્રણ કલાકમાં આવી જશે રિપોર્ટ

વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પરિષદ અંતર્ગત નાગપુર સ્થિત રાષ્ટ્રી પર્યાવરણ અભિયાંત્રિકી અનુસંધાન સંસ્થાન (NEERI)ના વૈજ્ઞાનિકોએ નવી આરટીપીસીઆર રીત શોધી

મુંબઈ:કોવિડ-19નો પ્રકોપ શરૂ થયા બાદથી જ ભારત પોતાના ત્યાં તેની તપાસના મૂળભૂત માળખા અને ક્ષમતાને વધારવા માટે અનેક પગલા લઇ રહ્યું છે. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પરિષદ અંતર્ગત નાગપુર સ્થિત રાષ્ટ્રી પર્યાવરણ અભિયાંત્રિકી અનુસંધાન સંસ્થાન (NEERI)ના વૈજ્ઞાનિકોએ આ કડીમાં વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. તે અંતર્ગત તેમાં કોવિડ-19ના સેમ્પલના ટેસ્ટ માટે મીઠાના પાણીના કોગળા આરટીપીસીઆર રીત શોધી કાઢી છે.

મીઠાના પાણીના કોગળાની આ રીતથી અનેક પ્રકારના લાભ એક સાથે મળે છે. આ રીત સરળ, ઝડપી, ખર્ચ પ્રભાવી, રોગીને અનૂકુળ અને આરામદાયક છે. તથા તેનુ રિઝલ્ટ પણ જલ્દી મળે છે. લઘુત્તમ પાયાગત માળખાની જરૂરિયાતોને ધ્યાનમાં લેતા આ વિધિ ગ્રામીણ અને જનજાતીય ક્ષેત્રો માટે યોગ્ય છે. એનઇઇઆરઆઇમાં પર્યાવરણ વિષાણુ સાયંસ ડિપાર્ટમેન્ટના સીનિયર વૈજ્ઞાનિક ડોક્ટર કૃષ્ણા ખૈરનારે જણાવ્યું કે, સ્વેબ સંગ્રણ વિધિ માટે સમયની જરૂર હોય છે. આ ઉપરાંત આ ટેક્નીકમાં સંભવિત સંક્રમિતોની તપાસ દરમિયાન કેટલીક અસુવિધાનો સામનો પણ કરવો પડી શકે છે.

(9:28 am IST)