Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

૧ જૂનથી મોંઘી થશે હવાઇ મુસાફરી : લોઅર પ્રાઇઝ બેન્ડમાં ૧૩ થી ૧૬ ટકાનો વધારો

૪૦ મિનિટ સુધીની પ્લેન મુસાફરી માટે ઓછામાં ઓછુ ૨૬૦૦ રૂપિયા ભાડું આપવું પડશે

નવી દિલ્હી,તા. ૨૯:  હવાઈ મુસાફરી ફરીથી મોંઘી થવા જઈ રહી છે. મૂળે, સરકારે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ભાડા ની લોઅર લિમિટને ૧૩થી ૧૬ ટકા વધારવાનો નિર્ણય લીધો છે. આ પહેલા માર્ચ મહિનામાં સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ભાડાની લોઅર લિમિટને ૫ ટકા વધારવાનો નિર્ણય લીધો હતો. ફેબ્રુઆરીમાં લોઅર પ્રાઇઝ બેન્ડમાં ૧૦ ટકા અને હાયર બેન્ડમાં ૩૦ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

હવાઈ મુસાફરીમાં આ વૃદ્ઘી પહેલી જૂનથી પ્રભાવમાં આવી વશે. હવાઈ મુસાફરીના ભાડાની ઊંચા મર્યાદાને જોકે પૂર્વવત રાખવામાં આવી છે. સરકારના આ પગલાથી એરલાઇન કંપનીઓને મદદ મળશે. કોવિડ-૧૯ની બીજી લહેરના કારણે હવાઈ મુસાફરોની સંખ્યામાં ભારે ઘટાડો આવ્યો છે જેના કારણે તેમની આવક ઘટી છે.

સિવીલ એવિએશન મિનિસ્ર્ીનીના શુક્રવારે જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ૪૦ મિનિટ સુધીની અવધિની હવાઇ મુસાફરી માટે ભાડાની મર્યાદાને ૨૩૦૦ રૂપિયાથી વધારીને ૨૬૦૦ રૂપિયા એટલે કે ૧૩ ટકાની વૃદ્ઘિ કરી દેવામાં આવી છે. આ પ્રકારે ૪૦ મિનિટથી લઈને ૬૦ મિનિટ સુધીની અવધિ માટે ભાડાની નીચલી મર્યાદા ૨૯૦૦ રૂપિયાને બદલે હવે ૩૩૦૦ રૂપિયા પ્રતિ વ્યકિત હશે.

દેશમાં હવાઈ ઉડાન અવધિના આધાર પર હવાઇ યાત્રા ભાડાની નીચલી અને ઊંચી મર્યાદા નક્કી કરવામાં આવી. આ મર્યાદા ગયા વર્ષે મે મહિના માટે લાગુ લાઙ્ખકડાઉનના ૨૫ મેના રોજ ખુલવાનના સમય સુધી નક્કી કરવામાં આવી. ડીજીસીએએ ગયા વર્ષે મે મહિનામાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે કુલ ૭ ફેર બેન્ડની ઘોષણા કરી હતી. આ પ્રાઇઝ બેન્ડ યાત્રાના સમય પર આધારિત છે. પહેલો બેન્ડ તે ફ્લાઇટ્સ માટે છે જે ૪૦ મિનિટ સુધીની યાત્રા કરે છે. બાકી બેન્ડ ક્રમશઃ ૪૦-૬૦ મિનિટ, ૬૦-૯૦ મિનિટ, ૯૦-૧૨૦ મિનિટ, ૧૨૦-૧૫૦ મિનિટ, ૧૫૦-૧૮૦ મિનિટ અને ૧૮૦-૨૧૦ મિનિટની છે.

(10:16 am IST)