Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

બોલીવુડ નિર્માતા અને બિલ્ડર યુસુફ લાકડાવાલાની ઈડીએ ધરપકડ કરી

ખંડાલાની જમીનના મની લોન્ડરીંગના કેસમાં કાર્યવાહી કરવામાં આવી

મુંબઈ, તા.૨૯: બોલીવૂડ ફિલ્મના નિર્માતા અને બિલ્ડર યુસુફ લાકડાવાલાની ઈડીના અધિકારીએ આજે ધરપકડ કરી હતી. ખંડાલાની જમીનના મની લોન્ડરીંગના મામલામાં તેને પકડવામાં આવ્યો હતો.

હૈદરાબાદના નવાબની ખંડાલામાં આવેલી જમીન લેખકે ખરીદી હતી. આ લેખકના મોત બાદ યુસુફે તેના સાથીદારની મદદથી બળજબરીથી આ જમીન પર કબજો કરી લીધો હતો. આ માટે તેણે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા.

આ મામલામાં કરાયેલા આર્થિક વ્યવહાર ઈડીને શંકાસ્પદ જણાયા હતા. વર્ષ ૨૦૧૯માં તેની સામે  છેતરપિંડીનો કેસ દાખલ કરાયો હતો. લુકઆઉટ પણ બહાર પાડવામાં આવી હતી. અગાઉ અનેક વખત તેને પૂછપરછ માટે નોટીસ આપવામાં આવી હતી. પણ તે હાજર થતો નહોતો. છેવટે ઈડીની ટીમ તેના દ્યરે તપાસ માટે ગઈ હતી. તેને પકડીને પૂછપરછ કરાય હતી. પછી છેવટે ધરપકડ કરવામાં આવી હતી.

(10:17 am IST)