Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

યે આગ કબ બુઝેગી : સરકાર બેફામ : પ્રજા લાચાર

મુંબઇમાં પેટ્રોલ રૂ.૧૦૦.૧૯નું લીટર

આજે પણ પેટ્રોલ - ડિઝલના ભાવમાં વધારો ઝીંકાયોઃ મુંબઇમાં ડીઝલનો ભાવ રૂ.૯૨.૧૭: મોંઘવારી ભડકશે

નવી દિલ્હી, તા.૨૯: આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડના ભાવ વધ્યા હોવાનું બહાનું બતાવીને ઓઇલ કંપનીઓ અને સરકાર રોજેરોજ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો કરી રહી છે. આજે મુંબઇમાં પેટ્રોલના ભાવે તો સદી ફટકારી છે. જે રીતે બેફામ રીતે ભાવ વધી રહયા છે તેનાથી લોકોમાં ભારે રોષ ભભૂકી રહયો છે. પેટ્રોલીયમ પેદાશોના ભાવ વધારાએ આમ આદમીના મસિક બજેટ ખોરવી નાખ્યા છે જયારે ડીઝલના ભાવ વધારો મોંઘવારીને ભડકાવી છે. સરકાર-ઓઇલ કંપનીઓ બેફામ બની છે પણ પ્રજા લાચાાર હોવાનો અનુભવ કરી રહી છે. સરકાર ધારે તો ઇંધણમાં રાહત આપી શકે છે પણ તેને પોતાની તિજોરી ભરવી છે ભલે પ્રજાના ગજવા ખાલી થઇ જાય.

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોએ સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધારી દીધી છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે ફરીથી તમામ શહેરોમાં ઇંધણના ભાવમાં વધારો કરી દીધો છે. આજે પેટ્રોલ ૨૬દ્મક ૩૦ પૈસા અને ડીઝલ ૨૮દ્મક ૩૧ પૈસા પ્રતિ લીટર મોંદ્યું થઈ ગયું. આ વધારા બાદ રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૯૪ રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગયું છે. નોંધનીય છે કે, પેટ્રોલની કિંમતમાં ચૂંટણી બાદથી જ સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે તેની કિંમત ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ગઈ છે.

આ મહિનામાં અનેક હપ્તામાં ફ્લૂઇલની પ્રાઇઝ વધારવામાં આવી છે. ચૂંટણી બાદ સમયાંતરે ૧૬ દિવસમાં જ પેટ્રોલ ૩.૫૯ રૂપિયા પ્રતિ લીટર મોંદ્યું થઈ ગયું છે. તો બીજી તરફ ડીઝલ ૪.૧૩ રૂપિયા પ્રતિ લીટર મોંદ્યું થયું છે.

ચાર મુખ્ય શહેરોમાં ભાવ આ મુજબ છે. દિલ્હી- પેટ્રોલ ૯૩.૯૪ રૂપિયા અને ડીઝલ ૮૪.૮૯ રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ ૧૦૦.૧૯ રૂપિયા અને ડીઝલ ૯૨.૧૭ રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈ- પેટ્રોલ ૯૫.૫૧ રૂપિયા અને ડીઝલ ૮૯.૬૫ રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતા- પેટ્રોલ ૯૩.૯૭ રૂપિયા અને ડીઝલ ૮૭.૭૪ રૂપિયા પ્રતિ લીટર છે.

(10:19 am IST)