Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

૧ જૂનથી LPGથી લઈને ઈન્કમ IT ફાઇલીંગના નિયમો બદલાશે

PPF, NSC, KVP અને સુકન્યા સમૃધ્ધિ જેવી સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજદરમાં આગામી મહિનાથી ફેરફાર થઈ રહ્યા છે

નવી દિલ્હી,તા. ૨૯: ૧ જૂનથી બેન્કિંગ, ઈન્કમટેકસ ઈ-ફાઈલિંગથી લઈને ગેસ સિલિન્ડર સાથે જોડાયેલ અનેક નિયમોમાં ફેરફાર થઈ જશે. બેંક ઓફ બરોડા ૧ જૂનથી ચેક પેમેન્ટની પદ્ઘતિમાં ફેરફાર કરી રહી છે. તો સરકારી તેલ કંપનીઓ દર મહિને ગેસ સિલિન્ડરના ભાવ અપડેટ કરે છે.

PPF, NSC, KVP અને સુકન્યા સમૃદ્ઘિ જેવી સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજદરમાં આગામી મહિનાથી ફેરફાર થઈ રહ્યા છે. સરકાર દ્વારા દર ૩ મહિને સ્મોલ સેવિંગ્સ સ્કીમના નવા વ્યાજદર લાગુ કરવામાં આવે છે. ઘણી વાર જૂના વ્યાજદરના રિવાઈઝ કરવામાં આવે છે. ગયા વર્ષે ૩૧ માર્ચ વર્ષ ૨૦૨૦-૨૧ના અંતિમ કવાર્ટર પૂર્ણ થવા પર વ્યાજદર દ્યટાડીને નવા વ્યાજદર જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, ૨૪ કલાકમાં જ નવા વ્યાજદરને પરત ખેંચીને જૂના વ્યાજદર લાગુ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે ૩૦ જૂનના રોજ નવા વ્યાજદર લાગુ કરવામાં આવશે.

બેંક ઓફ બરોડા ૧ જૂન ૨૦૨૧થી ચેકથી ચૂકવણી કરવાની પદ્ઘિતમાં ફેરફાર કરી રહી છે. છેતરપિંડીથી બચવા માટે બેંક ઓફ બરોડામાં પોઝિટિવ પે કન્ફર્મેશન અનિવાર્ય કરવામાં આવ્યું છે. બેંક ઓફ બરોડાના કર્મચારીઓ જણાવે છે કે, ગ્રાહકો જયારે રૂ. ૨ લાખથી વધુના ચેક જાહેર કરશે, ત્યારે પોઝિટિવ પે કન્ફર્મેશન સિસ્ટમ હેઠળ ચેકની માહિતીને રિકન્ફર્મ કરવાની રહેશે.

૧ જૂનથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે. દર મહિને ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કરવામાં આવે છે. ઘણી વાર મહિનામાં ૨ વાર ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. દિલ્હીમાં ૧૪.૨ kgના સિલિન્ડરનો ભાવ રૂ. ૮૦૯ છે. ૧૪.૨ કિલોગ્રામના સિલિન્ડર સિવાય ૧૯ kgના સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર થવાની શકયતા છે. ૧ જૂનના રોજ સિલિન્ડરના નવા ભાવ જાહેર કરવામાં આવે તે જરૂરી નથી, દ્યણી વાર જૂનો ભાવ પણ રાખવામાં આવે છે.

કેનરા બેંકની વેબસાઈટ પર આપેલ જાણકારી અનુસાર ૧ જુલાઈથી બેંકનો IFSC કોડ બદલાઈ શકે છે. સિંડીકેટ બેંકના ગ્રાહકોને ૩૦ જૂન સુધીમાં નવા IFSC કોડ અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે. નવો IFSC કોડ જાણવા માટે કેનરા બેંકની અધિકૃત વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. ઉલ્લેખનીય છે કે કેનરા બેંક અને સિંડીકેટ બેંકને મર્જ કરવામાં આવી છે.

(10:24 am IST)