Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

૧૨ થી ૧૫ વર્ષના બાળકોને લાગશે ફાઈઝરની રસી

EMAએ ફાઈઝર તથા બાયોએનટેકની રસી ૧૨થી ૧૫ વર્ષ સુધીના બાળકોને લગાવવા માટે ભલામણ કરી. : રસીને ૨૭ દેશોના યુરોપીય સંઘમાં સૌથી પહેલા મંજૂરી મળી :યુરોપીય સંઘના નિયામકે રસીને સુરક્ષિત ગણાવી

લંડન,તા. ૨૯: યુરોપિયન મેડિસિન્સ એજન્સી (ઈએમઆઈ)એ ફાઈઝર  તથા બાયોએનટેક દ્વારા વિકસિત કોરોનાની રસી ૧૨થી ૧૫ વર્ષ સુધીના તમામ બાળકોને લગાવવા માટે ગઇ કાલે ભલામણ કરી. આ નિર્ણય મહામારી દરમિયાન આ મહાદ્વીપમાં પહેલી વાર બાળકોને રસી લગાવવાનો માર્ગ મોકળો કરી રહ્યો છે.

ફાઈઝર- બાયોનેટેકની રસીને ૨૭ દેશોના યુરોપીય સંઘમાં સૌથી પહેલા મંજૂરી મળી હતી અને ડિસેમ્બરમાં ૧૬ વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના લોકોને આપવા લાયસન્સ અપાયુ હતુ. આ દેશઓમાં લગભગ ૧૭.૩ કરોડ લોકોને રસીના ડોઝ અપાઈ ચૂકયા છે. રસીની સમીક્ષા કરનારા ઈએમએના પ્રમુખ માર્કો કાવલેરીએ કહ્યુ કે એક સુરક્ષિત અને અસરકારક રસીની સુરક્ષા કિશોર વસ્તીને આપવી મહામારીની વિરુદ્ઘ લડાઈમાં મહત્વપૂર્ણ પગલુ છે.

તેમણે કહ્યુ કે યુરોપીય સંઘના નિયામકે બાળકો અને ટિનેજર્સ  માટે રસીના ઉપયોગને મંજૂરી આપવા માટે જરુરી આંકડા મળ્યા હતા અને તેમણે આને કોરોનાની સામે ઘણી અસરકારક ગણાવી હતી. અમેરિકામાં ૨ હજાર ટિનેજર્સ પર એક અધ્યયન કરવામાં આવ્યુ જેમાં રસીને ઘણી સુરક્ષિત હોવાની જોવા મળ્યું. આ ઉંમરના બાળકોમાં પણ રસીની આડ અસર એવી જ છે જે વયસ્કોમાં છે.  જે ચિંતાજનક નથી. તેમણે જણાવ્યુ કે આ નિર્ણય પર યુરોપીય આયોગની મોહર લાગવી જરુરી છે. અલગ અલગ દેશોના નિયામકો નક્કી કરશે કે ૧૬ વર્ષથી નીચેની ઉંમરના લોકોને રસી લગાવવામાં આવશે કે નહીં. ઉલ્લેખનીય છે કે અનુસંધાનકર્તાઓ આવનરા ૨ વર્ષ સુધી બાળકોને રસીના દીર્ઘકાલીન પ્રભાવ પર નજર રાખી રહ્યા છે.

અન્ય રસી નિર્માતા કંપની પણ બાળકોમાં પોતાની રસીની અસર પર અધ્યયન કરી રહી છે. મોર્ડનાએ આ અઠવાડિયે કહ્યુ હતુ કે તેમની રસીના ડોધ ૧૨ વર્ષ સુધીના બાળકોને સુરક્ષા આપશે. તેમણે કહ્યુ કે તે અમેરિકાના ખાઘ અને ઔષધિ પ્રશાસનને રસીના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માટે આવનારા મહિનામાં અરજી આપશે. એક અન્ય અમેરિકન કંપની નોવાવેકસે પણ રસીને ૧૨થી ૧૭ વર્ષના બાળકો માટે પરિક્ષણ શરુ કરી દીધું છે. મોર્જના અને ફાઈઝર- બાયોએનટેક બન્ને ૧૧ વર્ષથી લઈને ૬ મહિના સુધી નાના બાળકોમાં રસીનું પરિક્ષમ કરી રહી છે.

(10:21 am IST)