Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

કોરોનાએ પોરો ખાધોઃ કેસ-મૃત્યુ ઘટયા

છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૩૭૯૦ નવા કેસઃ ૩૬૧૭ દર્દીઓના મોત

નવી દિલ્હી, તા. ૨૯ :. દેશમાં કોરોનાની બીજી લહેરની સ્પીડ હવે ધીમી પડતી જોવા મળી રહી છે. રોજ કોરોનાના ઘટતા કેસ એ બાબતની સાક્ષી પુરે છે કે સંક્રમણ હવે નબળુ પડી રહ્યુ છે. જો કે કોરોનાથી થતા મોતના આંકડા હજુ ચિંતા ઉપજાવી રહ્યા છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૧ લાખ ૭૩ હજાર ૭૯૦ કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૩૬૧૭ દર્દીના મોત થયા છે. કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૨ કરોડ ૭૭ લાખ ૨૯ હજાર ૨૪૭ની થઈ છે. દેશમાં અત્યાર સુધીમાં ૨૨ લાખ ૨૮ હજાર ૭૨૪ લોકો હજુ સારવાર લઈ રહ્યા છે. જ્યારે ૨ કરોડ ૫૧ લાખ ૭૮ હજાર ૦૧૧ લોકો સાજા થઈને ઘરે ગયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી ૩૨૨૫૧૨ લોકોના મોત થયા છે.

દેશમાં અત્યાર સુધીમાં ૩૪ કરોડ ૧૧ લાખ ૧૯ હજાર ૯૦૯ લોકોનું ટેસ્ટીંગ થયુ છે. જેમાં ગઈકાલે ૨૦૮૦૦૪૮ લોકોનું ટેસ્ટીંગ થયુ હતું. અત્યાર સુધીમાં કુલ રસીકરણ ૨૦ કરોડ ૮૯ લાખ ૨ હજાર ૪૪૫ લોકોનુ થયુ છે.

મહારાષ્ટ્રમાં પણ કોરોનાથી સારા સમાચાર આવી રહ્યા છે. ૨૪ કલાકમાં ૨૦૭૪૦ નવા કેસ સામે આવ્યા છે અને ૪૨૪ લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ મોત ૯૩૧૯૮ થયા છે.

(10:48 am IST)