Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

કોરોના સંકટ સમયે કેન્યા પણ ભારતની વ્હારે :12 ટન ખાદ્ય વસ્તુઓનું કર્યું દાન

પૂર્વી આફ્રિકી દેશે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીને 12 ટન ચા, કોફી અને મગફળીનું દાન કર્યું

નવી દિલ્હીઃ અત્યારે ભારત દેશ કોરોના સંકટ સામે ઝઝુમી રહ્યો છે ત્યારે કેટલાક દેશ ભારતની મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે. ત્યારે કેન્યા પણ ભારતની વ્હારે આવ્યો છે. કેન્યાએ કોવિડ-19 રાહત પ્રયત્નો તરીકે ભારતને 12 ટન ખાદ્ય વસ્તુઓનું દાન કર્યું છે. શુક્રવારે આવેલા એક નિવેદન પ્રમાણે પૂર્વી આફ્રિકી દેશે ઇન્ડિય રેડ ક્રોસ સોસાયટીને 12 ટન ચા, કોફી અને મગફળીનું દાન કર્યું છે. જેનું ઉત્પાદન સ્થાનિક રીતે થયું હતું. આ ખાદ્ય સામગ્રીના પેકેટ મહારાષ્ટ્રમાં વહેંચવામાં આવશે.

ભારતમાં આફ્રિકી દેશના ઉચ્ચાયુક્ત વીલી બ્રેન્ટના જણાવ્યા પ્રમાણે ' કેન્યા સરકાર ખાદ્ય પદાર્થ દાન આપીને કોવિડ-19 મહારમારી દરમિયાન ભારતની સરકાર અને તેમના લોકોની સાથે એક્તા દેખાડવા માંગે છે.'

આ ખાદ્ય સામગ્રી આપવા માટે નવી દિલ્હીથી મુંબઈ આવેલા બ્રેટે કહ્યું કે, આ દાન પહેલી હરોળમાં કામ કરના લોકોને આપવામાં આવશે. જે કર્મચારીઓ લોકોનો જીવ બચાવવા માટે કલાકો સુધી કામ કરી રહ્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે નવી દિલ્હી. દેશમાં કોરોનાની બીજી લહેરની સ્પીડ હવે ધીમી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. દરરોજ કોવિડ-19ના ઘટતા કેસ એ વાતને દર્શાવે છે કે બીજી લહેરનું સંક્રમણ હવે નબળું પડવા લાગ્યું છે. જોકે કોરોનાના કારણે જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા હજુ પણ 3 હજારથી ઉપર જ નોંધાય છે, જે ચિંતાનું મોટું કારણ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 29 મેના રોજ જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,73,790 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 3,617 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,73,69,093 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 20,89,02,445 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

(11:13 am IST)