Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

આપણું આચરણ કોર્ટના ગૌરવ વિરૂધ્ધઃ આપણે મજાક બની ગયા

નારદ સ્ટિંગ કેસઃ કલકતા હાઇકોર્ટના વરિષ્ઠ જજ સિન્હાએ હાઇકોર્ટના તમામ જજોને પત્ર લખ્યો

કોલકત્તા તા. ર૯: હાઇપ્રોફાઇલ નારદ સ્ટીંગ કેસની સુનાવણીને લઇને હાઇકોર્ટના વરિષ્ઠ જજ અરિંદમ સિન્હાએ અન્ય જજોને પત્ર લખી કેસ હેન્ડલ કરવાની રીત અને કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલના આચરણ ઉપર સવાલછ ઉઠાવેલ.

પત્રમાં જણાવ્યા મુજબ હાઇકોર્ટે પોતાના કાર્યોમાં એક જુટતા રાખવી જોઇએ. આપણું આચરણ હાઇકોર્ટના ગૌરવ વિરૂધ્ધ થઇ રહ્યું છે. આપણે મજાક બનીને રહી ગયા છે. પત્રમાં બેન્ચોના નિર્ધારણને  લઇને નિયમો અને કોડ ઓફ કન્ડકટનો હવાલો અપાયેલ. જજ અરિહંત સિન્હાએ કેસને બંગાળ બહાર મોકલ્યાની માંગ વાળી અરજી ખોટી સુચીબધ્ધ કરેલ.

સીબીઆઇએ ૧૭ મે ના રોજ ૪ ટીએમસી નેતાઓની ધરપકડ કરેલ. સીબીઆઇની વિશેષ અદાલતે તે જ દિવસે જામીન આપેલ. સીબીઆઇના અનુરોધથી હાઇકોર્ટે જામીન ઉપર રોક લગાવેલ. ઉપરાંત સીબીઆઇએ કેસ પ્રદેશ બહાર મૂકવાની માંગ કરેલ ર૧ મે ના હાઇકોર્ટના કાર્યવાહક મુખ્ય જજ રાજેશ બિંદલ અને અરજીત બેનર્જીના અલગ મત હોવા છતાં હાઉસ ઓફ અરેસ્ટનો આદેશ પારીત થતા સવાલ ઉઠેલ.

(11:35 am IST)