Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

જુનથી ત્રણ ગણી સ્પીડથી રસીકરણ

રોજ સરેરાશ ૪૬ લાખ રસી આપવાનું લક્ષ્યાંક

નવી દિલ્હી તા. ર૯: મે મહિનાથી શરૂ થયેલ રસીકરણના ત્રીજા તબકકાની મંદગતિએ સરકારની ચિંતા વધારી દીધી હતી. પ્રાથમિક તકલીફો પછી હવે તેમાં તેજી આવી છે અને આગામી બે મહિનામાં તેની ઝડપ ત્રણ ગણી થવાની આશા વ્યકત કરાઇ રહી છે. મે માં અત્યાર સુધી રોજના સરેરાશ ૧પ લાખ ડોઝ લગાવાઇ રહ્યા છે. જે એક દિવસ પહેલા ર૯ લાખ ડોઝ પર પહોંચ્યા છે. એટલું જ નહીં રાજયો પાસે કેન્દ્ર તરફથી મોકલવામાં આવતા રસીના પુરતા ડોઝ પણ છે. રસી પર ઉચ્ચાધિકાર સમિતીના પ્રમુખ ડોકટર વી. કે. પોલે જુલાઇ સુધીમાં કુલ પ૧.૬ કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવવાનો વિશ્વાસ વ્યકત કર્યો છે. તેમાંથી પણ રસીકરણની હાલની ઝડપમાં ત્રણ ગણો વધારો થવાની આશા છે.

દેશમાં અત્યાર સુધીમાં વેકસીનના ર૦.પ૭ કરોડ ડોઝ લગાવી દેવાયા છે. જો પાંચ ટકા ડોઝ બરબાદ થયા માની લઇએ તો આ હિસાબે જુલાઇ સુધીમાં લગભગ ૩૦ કરોડ ડોઝ લગાવવાના બાકી છે. આવતા ૬૪ દિવસોમાં ૩૦ કરોડ ડોઝ આપવાનો અર્થ રોજ લગભગ ૪૭ લાખ ડોઝ લગાવવા પડે. આ આંકડો મે ના સરેરાશ ૧પ લાખ ડોઝની સરખામણીમાં ત્રણ ગણો છે. મે માં ૧.પ લાખ ડોઝ રોજના સપ્લાય કરનાર રશિયન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ જૂનથી સ્પુતનિક-વીનો સપ્લાય વધારવાનો દાવો કરી રહ્યું છે.

વેકસીન સપ્લાયમાં વધારાની અસર જોવા પણ મળી રહી છે. મે માં સરેરાશ રોજના લગભગ ૧પ લાખ ડોઝની સરખામણીમાં ર૭ મે એ ર૯ લાખ ડોઝ અપાયા હતા. ર૮ મે એ આંકડો વધી જવાની આશા છે.

(11:36 am IST)