Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

રસીના ઉત્પાદનમાં સમય લાગી શકે છે રાતોરાત ન વધારી શકાય

સરકાર રસી ઉત્પાદન વધારવાની સાથે વિદેશી કંપનીઓ પાસેથી મેળવવા તત્પરઃ ૧૩૦ દિવસમાં ૨૦ કરોડ લોકોનું રસીકરણ

નવી દિલ્હી, તા.૨૯: સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે એક જૈવિક ઉત્પાદન હોવાના કારણે રસીને તૈયાર કરવામાં અને તેમની ગુણવત્ત્।ા તપાસવામાં સમય લાગી શકે છે અને સુરક્ષિત ઉત્પાદન સુનિશ્ચિત કરવાના ચાલતા આ રાતોરાત ન કરી શકાય.

મંત્રાલયે કહ્યું કે ભારત સરકાર કોરોના માટે રસીકરણ પર રાષ્ટ્રીય વિશેષજ્ઞ ગ્રુપના માધ્યમથી દેશમાં રસીની ઉપલબ્ધ કરાવવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિર્માતાઓની સાથે નિયમિત રુપથી વાતચીત કરી રહી છે.  જેમાં ફાઈઝર, મોર્ડના જેવા નિર્માતા સામિલ છે. મંત્રાલયે એક નિવદેનમાં કહ્યુ કે પાક્કી કાર્યવાહી એ વાતના મજબૂત સંકેત છે કે ભારત સરકાર દેશમાં રસીનું ઉત્પાદન વધારવાની સાથે સાથે વિદેશી રસી નિર્માતાઓને રાષ્ટ્રિય કોવિડ રસીકરણ કાર્યક્રમ માટે જરુરી રસીના ડોઝ સપ્લાય માટે આકર્ષિત કરવા માટે દરેક શકય પ્રયાસ કરી રહ્યા છે.

મંત્રાલયે કહ્યુ કે ઉપલબ્ધતાઓની અડચણો છતાં ભારતે ફકત ૧૩૦ દિવસમાં ૨૦ કરોડ લોકોનું રસીકરણ કરતા સારુ પ્રદર્શન કર્યુ છે.  જે દુનિયામાં ત્રીજી સૌથી મોટી કવરેજ છે.   સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આ નિવેદન તે સમેયે આવ્યુ છે જયારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રસીકરણની સ્પીડ પર સવાલ ઉઠાવી રહ્યા છે અને કહ્યુ કે રસીકરણ માટે સરકારની પાસે કોઈ રણનીતિ નથી. તેમણે કહ્યુ હતુ કે હાલની સ્પીડથી સમગ્ર દેશની વસ્તીને રસી લગાવવામાં ૩ વર્ષનો સમય લાગી શકે છે અને ત્યાં સુધી ભારતમાં કોરોનાની બીજી લહેર આવી ચૂકી હશે. જો કે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આની ટીકા કરતા જવાબ એમ કહીને આપ્યો હતો કે સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં સમગ્ર વસ્તીને ડિસેમ્બર ૨૦૨૧ સુધી રસી આપવાનો રોડમેપ તૈયાર કરી લીધો છે.

(11:37 am IST)