Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

સોશ્યિલ મીડિયા પર બાળ વિવાહની ચર્ચા

બિહાર : આઠ વર્ષની બાળકી સાથે ૨૮ વર્ષના યુવકે કર્યા લગ્ન

પટણા તા. ૨૯ :બિહારમાં બાળવિવાહ એક વાર ફરી ચર્ચામાં આવ્યા છે. સોશ્યલમીડિયા પર એક તસ્વીર ખુબજ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં નવપરિણીત યુગલ જોવા મળી રહ્યું છે. તેમાં દુલ્હા અને દુલ્હનએક સાથે ઉભા છે. જયાંદુલ્હન નાબાલિક બાળકી જેવી જોવા મળી રહી છે. સોશ્યિલમીડિયા પર દેખાય રહ્યું છે કે બિહારમાં બાળવિવાહ ચાલુ છે. તસ્વીર વાયરલ થયા બાદ હોબાળો શરૂ થયો હતો. કેટલાક લોકો આ મૂળ પર બિહાર સરકાર પર સવાલ ઉભા કરવા લાગ્યા છે. બીજી બાજુ કેટલાક લોકો સરકારનેબાળકીને ન્યાય આપવાની અપીલ કરવા લાગ્યા છે.

જોકે તસ્વીર વાયરલ થયા બાદ દુલ્હાએખુદ જ તેનું ખંડન કર્યું. તનુ કુમારીએજણાવ્યું કે તેઓ બાલિક છે અને આધારકાર્ડમાંતેની ઉંમર ૧૯ વર્ષ છે. તેને જણાવ્યું કે બન્નેપરિવારની સહમતીથી આ લગ્ન કરવામાં આવ્યા. સોશ્યલમીડિયા પર ચાલી રહેલી ખબર સંપૂર્ણ રીતે નિરાધાર અને આધારહીન છે.

પ્રશાસનિક અધિકારીઓએ તપાસમાં જાણવા મળ્યું કે સોશ્યલમીડિયા પર જે તસ્વીર વાયરલ થઇ રહી છે તે બનાવતી છે. સરકારી કાગળ મુજબ યુવતી વયસ્ક છે અને અને તેની ઉંમર ૧૯ વર્ષ છે.

(11:38 am IST)