Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

કયારે લેવાશે પરીક્ષા..કયારે મળશે નોકરીઃ રેલ્વે ભર્તી બોર્ડ ખામોશઃ રાા કરોડ અરજદારોમાં પ્રચંડ રોષ

અજમેર તા. ર૯ :.. રેલ્વેમાં બે વર્ષ પહેલા શરૂ થયેલ એક લાખ ૩૩ હજાર પ૬ ઉપર ભરતી પ્રક્રિયા સાવ ઠપ્પ બની ગઇ છે, ભરતી માટે કયારે લેખીત પરીક્ષા કયારે લેવાશે, અને કયારે નોકરી મળશે તેનો કોઇ જવાબ રેલ્વે ભરતી બોર્ડ પાસે નથી.

બે સાલ પહેલા દેશભરમાં આવેદન કરનાર લગભગ રાા કરોડ અરજી કરનારાઓની શંકાઓનું સમાધાન કરનાર ભર્તી બોર્ડની વેબસાઇટ પણ લાંબા સમયથી ચૂપ છે.

માર્ચ-ર૦૧૯ માં રેલ્વેએ ગ્રુપ ડી અને લીપીક વર્ગ માટે, કુલ ૧ લાખ ૩૮ હજારની જાહેરાત આવી હતી, બેરોજગારોમાં ખુશીની લહેર આવી, જોતજોતામાં રાા કરોડ લોકોએ અરજી કરી હતી, પરંતુ ત્યારબાદ  રેલ્વે બોર્ડે પાણી ફેરવી દિધુ છે.

અધુરામાં પુરૂ વેબસાઇટ અપડેટ ન હોય, નોકરીની પ્રતિક્ષા કરી રહેલા રાા કરોડ લોકો ભારે બેચેની અનુભવી રહ્યા છે. ગ્રુપ ડી માં એક વર્ષ સુધી તો રેલ્વેએ આવેલ  અરજીની તપાસણી કરી હતી, જયારે ૩પ હજાર લિપીકવર્ગ માટે ડીસેમ્બર ર૦ર૦ માં લેખીત પરીક્ષા લેવાનું આયોજન કર્યુ પરંતુ કોરોનાને કારણે આ ભરતી પ્રક્રિયા ઠપ્પ છે, અને નજીકના ભવિષ્યમાં પરીક્ષા લેવાય તેવી કોઇ શકયતા નથી.

(11:38 am IST)