Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

યાસ વાવાઝોડાએ બિહારમાં મચાવી તબાહીઃ ૭ના મોત

સીએમએ મૃતકોના પરિજનોને ૪-૪ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાના આદેશ આપ્યા છે

પટના, તા.૨૯: બિહારમાં ચક્રવાત યાસ ના કારણે સાત લોકોના મોત થયા છે જયારે ચક્રવાતી વાવાઝોડાના લીધે ઓછા દબાણવાળા વિસ્તારથી શુક્રવારે રાજયના મોટાભાગમાં મધ્યમથી ભારે વરસાદ ખાબકયો હતો. રાજધાની પટના દરભંગા, બાંક, મુંગેર, બેગૂસરાય, ગયા અને ભોજપુરમાં વાવાઝોડાથી એક-એક વ્યકિતનું મોત થયું હતું. રાજધાની પટનાના વૈશાલીને જોડનાર ભદ્ર ઘાટ પર પીપા પુલનો એપ્રોચ રોડ ધસી પડ્યો. તો બીજી તરફ વૈશાલીના રાદ્યોપુરમાં ભારે વરસાદના લીધે રૂસ્તમપુર પીપાપુલ ક્ષતિગ્રસ્ત થઇ ગયા હતા.

હવામાન વિભાગે શનિવારે પણ ઉત્ત્।ર બિહારના મોટાભાગના ભાગમાં સામાન્ય થી હળવા ભારે વરસાદનું પૂર્વાનુમાન વ્યકત કર્યું છે. તો બીજી તરફ સીએમ નીતીશ કુમારએ લોકોના મોત પર દુખ વ્યકત કર્યું છે. સીએમએ મૃતકોના પરિજનોને ૪-૪ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ સાથે જ એ પણ આદેશ આપ્યા છે કે બેગૂસરાયમાં ચક્રવાતથી દ્યાટલ ચાર વ્યકિતઓને ગયા અને બાંકામાં એક-એક ઘાયલને યોગ્ય મેડિકલ મદદ પુરી પાડવામાં આવશે.

નીતિશ કુમારે બિહારના લોકોને હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી ચેતવણી અનુસાર તમામ સાવધાનીઓ વર્તવાની અપીલ કરી અને આશ્વાસન આપ્યું કે વિજળી અને પાણીની વગર વિઘ્ને આપૂર્તિ તથા વાહનોની અવરજવરના સંચાલન માટે પ્રયત્નો ચાલી રહ્યા છે.

અહીં હવામાન વિભાગના અધિકારી એસ કે મંડળના અનુસાર કટિહાર અને સારણ જેવા ઉત્ત્।ર બિહાર જિલ્લામાં ૨૦૦ મિમીની આસપાસ અથવા તેનાથી વધુ વરસાદ ખાબકયો પટન જિલ્લામાં ભારે પવનની સાથે અહીં ગઇકાલથી ૯૦ મીમીથી વધુ વરસાદ થયો છે. જેના પરિણામે રાજધાનીના મુખ્ય વિસ્તારો સહિત ઘણા ભાગોમાં ભારે પાણી ભરાઇ ગયા છે. ધીમે ધીમે પરિસ્થિતિ સામાન્ય થઇ રહી છે. તો બીજી તરફ હવાઇ સેવા ફરીથી શરૂ થઇ ગઇ છે.

(11:40 am IST)