Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

ધ વોલ્ટ ડિ્ઝની કંપનીની સૌથી મોટી જાહેરાત :સ્ટાર સ્પોર્ટસ્,ફોક્સ સ્પોર્ટ્સ સહિત 100 ચેનલો બંધ કરશે

સપ્ટેમ્બર સુધીમાં સ્ટાર સ્પોર્ટસ1, સ્ટાર સ્પોર્ટસ 2, ફોક્સ સ્પોર્ટસ્, ફોક્સ સ્પોર્ટસ્ 3 સહિત 18 ચેનલ બંધ થઈ જાશે.

નવી દિલ્હી : ધ વોલ્ટ ડિ્ઝની કંપની આ વર્ષે દક્ષિણ પૂર્વ એશિયામાં સ્ટાર સ્પોર્ટસ્ અને ફોક્સ સ્પોર્ટ્સ સહિત 100 ચેનલે બંધ કરશે, ડિઝ્નીના મુખ્ય કાર્યકારી બોબ ચાપેકે જેપી માર્ગનએ વાર્ષિક વૈશ્વિક પ્રૌદ્યોગિકી મીડિયા અને દૂરસંચાર સમ્મેલનમાં કહ્યું હતું કે, તેઓએ વર્ષ 2020માં 30 ચેનલ બંધ કરી છે.જ્યારે 2021માં 100 ચેનલ બંધ કરવાની યોજના છે

 . ડિઝ્નીએ ભારત સહિત હોંગકોંગમાં અનેક સ્પોર્ટસ ચેનલ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ તેણે ડી2સી તરફ આગળ વધવાના સંકેત પણ આપ્યા છે. આ વર્ષે સપ્ટેમ્બર સુધી સ્ટાર સ્પોર્ટસ1, સ્ટાર સ્પોર્ટસ 2, ફોક્સ સ્પોર્ટસ્, ફોક્સ સ્પોર્ટસ્ 3 સહિત 18 ચેનલ બંધ થઈ જાશે.

ચાપેક અનુસાર ભારત વાસ્તવમાં એક અનોખું હજાર છે જે અસામાન્ય છે. જો તે તેમણે હજુ એ સ્પષ્ટ કર્યું નથી કે ભારતમાં કોઈ ડિઝ્ની ચેનલ બંધ થશે કે નહીં. તેમણે એટલું સ્પષ્ટ કર્યું છે કે દુનિયાની સૌથી વધુ આબાદીવાળા દેશમાં ડિઝ્ની માટે અલગ દ્રષ્ટિકોણની જરૂર છે.

(11:40 am IST)