Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

પત્નિના મોતના ઘણા સમય પહેલા દહેજની માંગ કરાઇ હોય તો પણ ગણવામાં આવશે હત્યાઃ સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી, તા.૨૯: સુપ્રિમ કોર્ટે દહેજ કેસમાં ચોખવટ કરતા કહયુ છે કે દહેજની માંગણી પરિણીતાના મોતના ઘણા સમય પહેલા પણ કરાઇ હોય તો પણ તે દહેજ હત્યા જ માનવામાં આવશે કેમ કે દહેજ પ્રતાડ અને દહેજ હત્યામાં બહુ નજીકનો સંબંધ છે. સુપ્રિમ કોર્ટે કહયું કે દહેજ હત્યાની કલમ ૩૦૪ બી માં  લખાયેલ 'સૂન બીફોર' એટલે કે ઠીક પહેલાને 'ઇમીજીયેટ બીફોર' ન વાંચી શકાય.

શુક્રવારે આ ચૂકાદો આવતા કોર્ટે દહેજ હત્યાના કેસોમાં આરોપીના અંતિમ બયાન નોંધતી વખતે ટ્રાયલ કોર્ટ દ્વારા ગંભીરતા ન દાખવવા બાબતે ચિંતા વ્યકત કરતા કહયું કે આવા કેસોમાં કયારેક પતિના પરિવારજનોને પણ ફસાવવામાં આવે છે. અદાલતોએ તેનું ધ્યાન રાખવુ જોઇએ. આ કલમ ૩૦૪ બી અને ૪૯૮ એ હેઠળ દહેજ હત્યા અને પ્રતાડના ના આરોપી પતિની અપીલને ફગાવી દેવાની સાથે જ તેને સાત વર્ષની કેદ અને દંડની સજા આપવાના પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો.

(12:58 pm IST)