Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

સરહદ પર બીએસએફના જવાનો માટે વરસાદ બની રહયો છે પડકાર રૂપ

ધુસણખોરી રોકવા બધા ઉપાયો કરવા માંગે છે બીએસએફ

જમ્મુઃ જમ્મુની આંતરરાષ્ટ્રીય સરહદ પર વરસાદ ફરી એકવાર બીએસએફ માટે પડકાર રૂપ સાબિત થવા જઇ રહયો છે. આ જ કારણથી વરસાદના દિવસોમાં સરહદ પારથી થતી ઘુસણખોરી રોકવા માટે બીએસએફ બધા ઉપાયો કરી લેવા માંગે છે.

સીમા સુરક્ષાદળે આ પડકારનો સામનો કરવા માટે સંવેદનશીલ જગ્યાઓએ સુરક્ષા ગીડને વધુ મજબુત બનાવી છે. નદી, નાળા નજીકના વિસ્તારોમાં કાંટાળા તારો બિછાવાયા છે એ સાથે જ આ જગ્યાઓએથી ઘુસણખોરી રોકવા માટે ટેકનીકલ સર્વેલન્સની મદદ લેવાઇ રહી છે. સંવેદનશીલ જગ્યાઓએ જવાનોની તહેનાતી વધારવાની સાથે ડ્રોનની મદદથી સરહદના દરેક ભાગ પર નજર રખાઇ રહી છે. ઘણી જગ્યાઓએ પહેલીવાર બારૂકી સુરંગો બીછાવી છે.

વરસાાદના દિવસોમાં પુરથી નદી, નાળાઓ ફેંસીગને નુકશાન થતુ હોય છે એ સાથે જ નદી નજીકના વિસ્તારોમાં જળ સ્તર ઘટવાથી ઘુસણખોરીના રસ્તાઓ બની જાય છે. વરસાદ દરમિયાન આંતરરાષ્ટ્રીય સરહદ પર દુર સુધી જોવુ શકય નથી હોતુ. એટલે ઘણીવાર આતંકવાદીઓ વરસાદમાં ઘુસણખોરી કરવાના પ્રયાસો કરતા હોય છે.

(12:59 pm IST)