Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

અમરનાથ યાત્રામાં જોડાનાર લોકોએ પોતાના ખર્ચે કોરોના ટેસ્ટ ફરજીયાત કરાવવો પડશે

જો કે અમરનાથ યાત્રા અંગે હજુ સુધી કોઇ નિર્ણય નથી લેવાયો

જમ્મુઃ હજુ સુધી એ નકકી નથી થયુ કે ૧લી જુનથી શરૂ થઇ રહેલ ૨૦૨૧ના અનલોક ૧.૦માં અમરનાથ યાત્રા સંપન્ન કરવા અંગે કોઇ નિર્ણય લેવાશે કે નહિ પણ સુત્રો અનુસાર, યાત્રા શરૂ કરવાની જે તૈયારીઓ કરાઇ રહી છે. તેમાં રાજયમાં આવનાર અમરનાથ યાત્રીઓને કવોરન્ટાઇનમાં રાખવાની તૈયારી પણ સામેલ છે. એટલે કેે કોરોના સંકટકાળમાં અમરનાથ યાત્રામાં જોડાનાર લોકોએ પોતાના ખર્ચે કોરોના ટેસ્ટ તો કરાવવો જ પડશે તે ઉપરાંત કવોરન્ટાઇનની શરત પણ ઉમેરવામાં આવી છે. જો કે આ બધુ અમરનાથ યાત્રાને લીલીઝંડી મળશે તો જ થશે.

સુત્રો અનુસાર, અમરનાથ યાત્રાની તારીખ હજુ નકકી નથી થઇ શકી પણ યાત્રા શરૂ થશે તો બીજા રાજયમાંથી આવનાર યાત્રાળુઓને પહેલા કઠુઆ જીલ્લામાં કવોરન્ટાઇન કરવામાં આવશે. તેમનો કોરોના ટેસ્ટનો રીપોર્ટ નેગેટીવ આવ્યા પછી જ તેમને આગળ જવાની પરવાનગી અપાશે.

(1:00 pm IST)