Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

લઘુમતી કોમને મેરીટ મુજબ અપાતી સ્કોલરશિપનું અન્યાયી અર્થઘટન : 80 ટકા મુસ્લિમ અને 20 ટકા ખ્રિસ્તીઓને સ્કોલરશીપ આપવાનો કેરાલા રાજ્ય સરકારનો આદેશ હાઇકોર્ટે ફગાવ્યો : લઘુમતી કોમમાં આવતા તમામ સમુદાયોને સમાન રીતે સ્કોલરશીપ ફાળવો

કેરળ : લઘુમતી કોમને મેરીટ મુજબ અપાતી સ્કોલરશિપનું કેરળ સરકારે અન્યાયી અર્થઘટન કર્યું છે તેવા આક્ષેપ સાથે હાઇકોર્ટમાં એક રોમન કેથોલિક નાગરિકે જાહેર હિતની અરજી  કરી હતી. જેમાં જણાવાયા મુજબ રાજ્ય સરકારે 80 ટકા મુસ્લિમ અને 20 ટકા ખ્રિસ્તીઓને સ્કોલરશીપ આપવાનો આદેશ કર્યો છે. જે બંધારણના નિયમની વિરુદ્ધનો છે.રાજ્ય સરકાર મુસ્લિમ સમુદાયને અયોગ્ય પસંદગી આપી રહી છે.

મુખ્ય ન્યાયાધીશ એસ.મણિકુમાર અને ન્યાયાધીશ શાજી પી ચૈલીની ખંડપીઠે જણાવ્યું હતું કે આ આદેશ કાયદાકીય રૂપે ટકી શકે તેમ નથી .નામદાર કોર્ટે રાજ્ય સરકારને સૂચિત લઘુમતી સમુદાયના સભ્યોને સમાનરૂપે મેરિટ મુજબ શિષ્યવૃત્તિ પ્રદાન કરવા સૂચના આપી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:01 pm IST)