Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

બાબા રામદેવ કોરોનાના દર્દીઓને પતંજલિની દવા આપતી હોસ્પિટલના નામ જાહેર કરેઃ IMAનો પડકાર

ઈન્ડિયન મેડિકલ એસોસિએશને બાબા રામદેવને જાહેરમાં ચર્ચા કરવા માટે પડકાર ફેંક્યો

નવી દિલ્હી : ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને યોગગુરુ બાબા રામદેવ વચ્ચેની લડાઈ વધારે ઉગ્ર બની રહી છે. હવે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને બાબા રામદેવને જાહેરમાં ચર્ચા કરવા માટે પડકાર ફેંક્યો છે.

IMA દ્વારા બાબા રામદેવને સવાલ પૂછવામાં આવ્યો છે કે, જાહેર કરો કે કઈ હોસ્પિટલે પોતાને ત્યાં કોરોનાની સારવાર લેતા દર્દીઓને પતજંલિની દવા આપી છે. આ બાબતે બાબા રામદેવ જાહેરમાં પેનલ ડિસ્કશન કરવા માટે તૈયાર થાય.

અત્રે ઉલ્લેખનીય છે કે, બાબા રામદેવે તાજેતરમાં એક ટીવી ડિબેટમાં દાવો કર્યો હતો કે, એલોપેથિક હોસ્પિટલોમાં પણ કોરોનાના દર્દીઓની સારવાર માટે પતંજલિની દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે. જેના પગલે IMAની ઉત્તરાખંડ બ્રાન્ચે બાબા રામદેવને આ હોસ્પિટલોના નામ જાહેર કરવા માટે પડકાર ફેંક્યો છે.

બાબા રામદેવ પોતાની યોગ શિબિરમાં પણ હવે એલોપથીને ટાર્ગેટ કરી રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે, એલોપેથી તો 200 વર્ષ જુનુ બાળક છે. યોગ અને આયુર્વેદ તમામ બીમારીઓનુ સ્થાયી સમાધાન છે.

(1:12 pm IST)