Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

બાબા રામદેવ અને IMA વચ્ચેના વિવાદમાં કોંગ્રેસે ઝંપલાવ્યું : હરિદ્વારમાં પતંજલિ યોગપીઠ બહાર કાર્યકરોનું વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી : બાબા રામદેવ અને IMA વચ્ચેના વિવાદમાં કોંગ્રેસ પણ કુદી પડી છે. હરિદ્વાર ખાતે પતંજલિ યોગપીઠ બહાર કોંગ્રેસના કાર્યકરોએ બાબા રામદેવના વિરોધમાં પ્રદર્શન પણ કર્યુ હતુ. યુવા કોંગ્રેસે રામદેવની ધરપકડ કરવાની માંગ કરી હતી.

બીજી તરફ બાબા રામદેવના સહયોગી આચાર્ય બાલકૃષ્ણે કહ્યુ હતુ કે, સ્વામી રામદેવ સામે દુષ્પ્રચાર થઈ રહ્યો છે.અમે મોર્ડન સારવાર પધ્ધતિનુ સન્માન કરીએ છે અને તેની મદદ પણ લીએ છે. પણ કેટલાક લોકો યોગ અને આયુર્વેદ આગળ વધે તેવુ ઈચ્છી રહયા નથી. આ લોકો બાબા રામદેવને બદનામ કરી રહયા છે

(1:15 pm IST)