Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

પીએમની સમીક્ષા બેઠકમાં 30 મિનિટ મોડા પહોંચ્યા મમતા : અમે તો 15 લાખ માટે 7 વર્ષથી રાહ જોઈ રહ્યા છીએ: મહુઆ

ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ ટ્વીટ કરીને કહ્યું- "કથિત રીતે 30 મિનિટ રાહ જોવા પર આટલો હંગામો? વેક્સીન માટે પણ મહિનાઓ રાહ જોઈ છે

કોલકતા :વાવાઝોડા યાસના કારણે પશ્ચિમ બંગાળમાં થયેલી તબાહીનું નિરિક્ષણ કરવા માટે પ્રધાનમંત્રી  મોદી બંગાળ પહોંચ્યા હતા. જ્યાં મમતા બેનર્જી સમિક્ષા બેઠકમાં અડધો કલાક મોડા પહોંચ્યા. ત્યાર બાદ બંગાળના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયને કેન્દ્રએ દિલ્હી બોલાવ્યા. આ મામલાને લઈને ભાજપ અને તૃણમુલ નેતાઓની વચ્ચે વાકયુદ્ધ જામ્યું છે. ટીએમસી નેતા મહુઆ મોઈત્રાએ પીએમ પર કટાક્ષ કરતા કહ્યું છે કે, 15 લાખ માટે 7 વર્ષથી રાહ જોઈ રહ્યા છીએ. થોડી રાહ તમે પણ જોઈ લો.

   મમતા બેનર્જી બેઠકમાં મોડા પહોંચવાને લઈને ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ ટ્વીટ કરીને કહ્યું- "કથિત રીતે 30 મિનિટ રાહ જોવા પર આટલો હંગામો? 15 લાખ માટે ભારતીય 7 વર્ષથી રાહ જોઈ રહ્યા છે. એટીએમની બહાર કલાકોથી રાહ જોઈ રહ્યા છે. વેક્સિન માટે મહિનાઓથી રાહ જોઈ રહ્યા છે. થોડી રાહ તમે પણ જોઈ લો.

(1:43 pm IST)