Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

સામાન્ય લોકો માટે પડતા પર પાટું : ઇંધણના ભાવમાં રોજેરોજ વધારો :પેટ્રોલ અને ડીઝલ ફરીવાર મોંઘા થયા

નવી દિલ્હી : એક તરફ કોરોના વાયરસને કારણે સામાન્ય લોકોને જીવવું મુશ્કેલ કરી દીધું છે ત્યારે બીજી તરફ ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરીને સામાન્ય લોકો માટે પડતા પર પાટું જેવો ઘાટ ઉભો કરી રહી છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે ફરીથી તમામ શહેરોમાં ઇંધણના ભાવમાં વધારો કરી દીધો છે. આજે પેટ્રોલ 26થી 30 પૈસા અને ડીઝલ 28થી 31 પૈસા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું. આ વધારા બાદ રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 94 રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગયું છે. નોંધનીય છે કે, પેટ્રોલની કિંમતમાં ચૂંટણી બાદથી જ સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે તેની કિંમત ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ગઈ છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે

(2:10 pm IST)