Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

દિલ્હી, હરિયાણામાં કાલથી ત્રણ દિ' વરસાદની આગાહીઃ પહાડી વિસ્તારોમાં બરફવર્ષા પડશે

કાલે પ.બંગાળ, સિકિકમ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, તામિલનાડુ અને પુડુચેરીમાં તોફાની પવન સાથે વરસાદ પડશેઃ હવામાન ખાતું

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી અને હરિયાણામાં લોકો ભીષણ ગરમીમાં શેકાઈ રહ્યા છે. આવતીકાલ રવિવારથી મંગળવાર સુધી ત્રણ દિવસ વરસાદની સંભાવના છે. પહાડી વિસ્તારોમાં તોફાન સાથે વરસાદથી એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ઉત્તરાખંડમાં વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા અને નિચાણવાળા ભાગોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું છે કે છ જિલ્લામાં જોરદાર પવન સાથે વિજળી પડવાની આગાહીના પગલે યેલ્લો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

દરમિયાન વાવાઝોડા 'યાસ'ની અસર બિહારમાં પણ જોવા મળી હતી. ભાગલપુરમાં એકધારો વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ૧૫ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વરસાદના કારણે ગરમી બાદમ ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે.  કેરી, લીચી, મકાઈ અને કેળાની ખેતીની નાશ પામ્યો હતો.

૩૧મી મે ના પશ્ચિમ બંગાળ, સિકિકમ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, તામિલનાડુ અને પુડુચેરીમાં તોફાની પવન સાથે ભારે વરસાદની સંભાવના છે.

(3:07 pm IST)