Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

લદાખમાં ૭ દિ'માં કોરોનાથી ૧૩ના મોત

જમ્મુમાં કોરોના નિયમોના ઉલ્લઘનમાં બે મહિનામાં ૫૦૦ લોકો ઝડપાયા

જમ્મુઃ બર્ફીલા રણ લદાખમાં કોરોનાના કારણે મોતનો આંકડો વધતો જાય છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪ મોત થયા છે અને ૧૪૧ નવા કેસો આવ્યા છે તો સાત દિવસમાં ૧૩ મોત સાથે લદાખમાં કોરોનાના ૧૧૬૧ નવા કેસો જાહેર થયા છે. મોટાભાગના મોત અને સંક્રમણના કેસ લેહ જીલ્લાના છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં કોરોના કફર્યુના ઉલ્લંઘનના કેસો પણ વધતા જાય છે. ફકત જમ્મુ જીલ્લામાં જ બે મહિનામાં કફર્યુંનું ઉલ્લંઘન કરવા માટે ૫૦૦ લોકોની ધરપકડ કરાઇ છે.

લદાખના ઉપરાજયપાલ આર કે માથુરે પ્રદેશ પ્રસાસનને કોરોનાને રોકવા માટે હરસંભવ કાર્યવાહી કરવા કહ્યું છે એટલે પ્રસાશને બહારથી આવનાર બધા લોકોના કોરોના ટેસ્ટ ફરજીયાત કરી દીધા છે. લદાખના પ્રવેશ દ્વાર પર હવે બધા લોકોને ટેસ્ટ કરાવવામાં આવશે. લોકો પાસે ૯૬ કલાકની અંદર કરાયેલ કોરોના ટેસ્ટના નેગેટીવ રીપોર્ટ હોવા છતાં અહિ નવેસરથી ટેસ્ટ કરવામાં આવશેે

(3:08 pm IST)