Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

તાતાએ બીગ બાસ્કેટમાં રૂ. ૯,૫૦૦ કરોડની ડીલથી ૬૪.૩૦ ટકા હીસ્સો ખરીદ્યો

નવી દિલ્હી,તા. ૨૯: અંતે ટાટા ગ્રુપ અને બીગ બાસ્કેટ વચ્ચે ડીલ પુરી થઇ છે. ટાટા સન્સે બીગ બાસ્કેટમાં મોટી ભાગીદારી કરી છે. આ ડીલ સાથે જે ટાટા હવે એમોઝનો, ફલીપ કાર્ટ અને જીયો માર્ટની સાથે રેસમાં આવી ગયું છે.

ટાટા ડીજીટલે આ ભાગીદારી ખરીદી છે તે ટાટા સન્સની જ એક કંપની છે. આ ડીલ લગભગ ૯,૫૦૦ કરોડમાં થઇ છે. ઇન્ડીયા એન્ટી ટ્રસ્ટ બોડીથી પહેલાથી આ ડીલને મંજુરી મળી ચૂકી છે. ટાટા સન્સ બીગ બાસ્કેટમાં ૬૪.૩૦ ટકા ભાગ ખરીદ્યો છે. જે અલીબાબાનો હતો.

ટાટા ડીઝટલના સીઇઓ પ્રતિક પાલે જણાવેલ કે કંજપ્શનમાં ગ્રોસરીનો ખૂબ જ મોટો ભાગ છે. બીગ બાસ્કેટ દેશની મોટી ગ્રોસરી કંપની છે. અમારૂ લક્ષ્ય સૌથી મોટા કઝયુમર ડીઝીટલ ઇકો સીસ્ટમ તૈયાર કરવાનું છે. બિગ બાસ્કેટની સ્થાપના ૨૦૧૧માં બેંગલુરૂમાં થયેલ.

(3:09 pm IST)