Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

કોરોના દર્દીઓને ઓકસીજન વિના હેરાન થતા જોઇ

મુસ્લીમ સમાજ આગળ આવ્યોઃ ૭૦૦ દર્દીઓને નિઃશુલ્ક સીલીન્ડર અપાયા

શહડોલ તા. ર૯: મધ્ય પ્રદેશના શહડોલમાં મુસ્લિમ સમાજ કોરોના સંક્રમિત દર્દીઓનું જીવન બચાવવાના કામમાં લાગ્યા છે. શહેરના સમાજ સેવી અકરમ અંસારી, અબ્દુલ સમદ ખાન અને ઇસરાહ અહમદ જમાતે ઇસ્લામી હિન્દ સંસ્થાના માધ્યમથી કોરોનાના દર્દીઓને નિઃશુલ્ક ઓકસીજન સીલીન્ડર અને કંન્સસ્ટ્રેટર પણ આપે છે.

અકરમે જણાવેલ કે ઘણા દર્દીઓના મૃત્યુ ઓકસીજનની કમીથી થયેલ. તેવામાં સંસ્થાએ ત્રણ કન્સસ્ટ્રેટર અને ૪૦ સીલીન્ડરની વ્યવસ્થા કરેલ. જેને જરૂરીયાતમંદોને નિઃ શુલ્ક પહોંચાડેલ.

(3:09 pm IST)