Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

GPSCની પરીક્ષાની તારીખો જાહેર થઈ: 19, 21, 23 જૂલાઇએ લેવાશે મુખ્ય પરીક્ષા: વર્ગ 1 અને 2ની 244 જગ્યાનું પરિણામ જાહેર: પ્રાથમિક કસોટીનું પરિણામ કરાયું જાહેર

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ની વર્ગ 1 અને 2ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે.

224 જગ્યા માટે પ્રીલિમનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. આ સાથે જ મેઇન્સની પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે.

જીપીએસસી મેઇન્સની પરીક્ષા 19, 21 અને 23 જુલાઇએ લેવામાં આવશે.

મેઇન્સનું પરિણામ નવેમ્બર 2021માં જાહેર થશે.

ઇન્ટરવ્યૂનું આયોજન ડિસેમ્બર 2021માં કરવામાં આવશે.

આખરી પરિણામ 31 ડિસેમ્બર પહેલા જાહેર કરવામાં આવશે.

(3:24 pm IST)