Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

અડધાથી પણ ઓછા ભારતીયોમાં કોરોનાથી મોત અને નોકરી ખોવાનો ભય

નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેરમાં લોકોના મનમાં મોત અને નોકરી ખોવાનો ડર ખુબ જ વધી ગયો છે. લગભગ ૨ ટકા શહેરી ભારતીયોને ગંભીર રૂપથી બીમાર થવાની ચિંતા સતાવતી હોય છે. તેમને ડર છે કે કોરોના સંક્રમિત થયા બાદ તેનું મોત થશે. બીજી લહેરમાં સરકાર અને હેલ્થકેયર સીસ્ટમ્સ ઉપર પણ લોકોનો ભરોસો ઓછો થયો છે, આ ખુલાસો યુગોવના પબ્લિક મોનીટર સર્વેમાં થયો છે, યુગોવ એ આ સર્વેમાં કોવિદ-૧૯ પબ્લિક મોનીટર મુજબ (અનુસાર) મે ૨૦૨૦ માં પણ કર્યો હતો,

વેકસીનેશન માટે ૭૬ ટકા તૈયાર

 જયારે કોરોના વેકસીન રોલ આઉટ થયો તો તે સમય દેશમાં માત્ર ૬૭  ટકા લોકો જ વેકસીન લેવા માટે સહમત હતા, બીજી લહેર જયારે અપ્રિલ-મેં માં પીક પકડી ત્યારે વેકસીન લેવા વાળા ૭૬ ટકા સહમત થયા.

પોતાને સંક્રમિત થવાની આશંકા વધી

 દેશમાં કોરોના મહામારીની બીજી લહેરથી અપ્રિલ ૨૦૨૧માં સંક્રમણ તેજીથી વધવા લાગ્યું. એવામાં લોકોને કોરોઈના લાંબો સમય સુધી રહેવાથી, લોકોડાઉનના કરને આર્થીક સ્થિતિ બગડવાની, બાળકોના અભ્યાસ બંધ થવાની આશંકાઓ ઝડપથી વધી ગઈ છે. મેં ૨૦૨૦માં ૪૫ ટકા શહેરી ભારતીયોમાં કોરોના સંક્રમણ થવાનો ડર હતો.

(4:13 pm IST)