Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

બ્લેક ફંગસના ઓપરેશન સમયે ૩૫ દર્દીઓમાં મળ્યો વાઈટ ફંગસ

કોરોનાની સારવાર દરમિયાન થયેલ સાઇડ ઇફેકટસથી વ્હાઇટ ફંગસ થતુ હોવાનો તબીબોનો મત

નવી દિલ્હીઃ એશિયાના સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઈકોસીસ અથવા બ્લેક ફંગસના ૩૪૦ થી વધુ ઓપરેશન કરવામાં આવ્યા છે. તેમાંથી ૩૫ દર્દીમાં વાઈટ ફંગસ જોવા મળ્યો. જોકે તબીબોનું કહેવું છે કે, બ્લેક ફંગસના મુકાબલે વાઈટ ફંગસ વધુ ઘાતક નથી તેનો ઈલાજ પણ મ્યુકોરમાઈકોસીસની સરખામણીએ સહેલો છે. કોરોના કહેરમાં અનેક દર્દી હવે બ્લેક ફંગસનો શિકાર થઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલ એકલામાં કોરોનાની બીજી લહેર વચ્ચે લગભગ ૩૪૦થી વધુ ઓપરેશન આ ફંગસના થયા છે. પાંચ ઓટી (ઓપરેશન થીયેટર)ના મધ્યમાંથી દરરોજ ૩૦ થી વધુ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. જો કે હોસ્પીટલના ત્રીજા માળે મ્યુકોરમાઈકોસીસ માટે અલગ વોર્ડ બનાવામાં આવ્યો છે. હોસ્પીટલમાં આ અવધીમાં ૪૫૦ થી વધુ દર્દી સામે આવ્યા છેે.

સિવિલ હોસ્પીટલના આઇએનટી વિભાગના વરિષ્ઠ સર્જન ડો.કલ્પેશ પટેલના મતાનુસાર જરૂરી નથી કે કોરોનાની સારવાર દરમ્યાન થયેલ સાઈડ ઈફેકટસથી વાઈટ ફંગસ થાય છે. આ ફંગસ સામાન્ય દર્દીમાં પણ જોવા મળે છે. તેમણે કહ્યું જે ૩૫ દર્દીઓમાં ફંગસની પુષ્ટિથી છે તેમના ઓપરેશન મ્યુકોરમાઈક્રોસીસ માટે કરવામાં આવ્યો છે. ઓપરેશન સમયે તેમાંથી વાઈટ ફંગસ નીડ્યો હતો. તેના સિવાઈ સોલા સિવિલ હોસ્પીટલમાં પણ થોડા દિવસો પહેલા વાઈટ ફંગસના ત્રણ દર્દીઓની પુષ્ટિથી છે. જયારે અત્યાર સુધીમાં મ્યુકોરમાઈકોસીસના ૫૮ દર્દી દાખલ થયા છે. તેમાંથી ૪૦ને સારવાર ચાલી રહી છે અને એકનું મોત પણ થયું છે.

(4:14 pm IST)