Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

દુનિયામાં માત્ર ૪૫ કરતા પણ ઓછા લોકો ધરાવે છે ગોલ્ડન બ્લડ ગ્રુપ : ખાસિયત દંગ કરનારી

નવી દિલ્હીઃ તમે કયારેય વિચાર્યુ છે કે તમારે લોહીની જરૂર હોય અને સમયે લોહી ન મળે તો શું થાય? માણસે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવી શકે છે. દુનિયામાં એક બ્લડગ્રુપ ખુબ રેર છે જે આખા વિશ્વમાં માત્ર ૪૩ લોકો પાસે જ છે.

કોરોના વાયરસ બાદ ઘણા પેશન્ટને પ્લાઝમા પદ્ઘતિથી ઠીક કરવામાં આવ્યા હતા. ત્યારે પોતાના A, B, AB+, O, O- જેવા બ્લડગ્રુપને મેચ કરતું બ્લડ લઇને ચડાવવામાં આવતુ હતુ પરંતુ દુનિયાનું દુર્લભ લોહી છે જે માત્ર ૪૩ લોકો પાસે જ છે.

એક રિપોર્ટ અનુસાર ગોલ્ડન બ્લડ ગ્રુપ ખુબ ખાસ છે અને દુર્લભ છે. તેનું ઓરીજીનલ નામ Rh Null Blood Group છે. સૌથી રેર હોવાના કારણે વૈજ્ઞાનિકોએ આ બ્લડગ્રુપને ગોલ્ડન બ્લડગ્રુપ નામ આપ્યુ છે.

આ લોહી ખુબ દુર્લભ છે કારણકે આ લોહીને કોઇ પણ બ્લડગ્રુપના વ્યકિતને ચડાવી શકાય છે. તે કોઇ પણ ગ્રુપ સાથે આરામથી મેચ થઇ જાય છે.

અત્યાર સુધી કદાચ તમે આ બ્લડગ્રુપ વિશે વધારે નહી જાણતા હોવ પરંતુ તમને જાણીને હેરાની થશે કે, આ લોહીમાં એન્ટીજન નથી હોતો.

US રેર ડિસીઝ ઇન્ફોર્મેશન સેન્ટરના કહ્યાં અનુસાર ગોલ્ડન બ્લડ ગ્રુપ એન્ટીજન રહીત હોય છે અને આ બ્લડગ્રુપ જે લોકો ધરાવે છે તે લોકોને એનીમિયાની બિમારી થઇ શકે છે.

આવા લોકોને ડોકટર ખાસ ડાયટ સજેસ્ટ કરે છે અને આયરનવાળી વસ્તુઓનું સેવન કરવાનું વધારે કહે છે.

એક રિસર્ચ અનુસાર અત્યાર સુધી આ બ્લડ માત્ર ૪૩ લોકો પાસે જ છે. બ્રાઝીલ, કોલંબિયા, જપાન, આયરલેન્ડ અને અમેરિકાના લોકો સામેલ છે. રેર હોવાના કારણે ડોકટર્સ તેમને બ્લડ ડોનેટ કરવાની સલાહ આપતા રહે છે કારણકે જયારે તેમને જરૂર પડે ત્યારે આ જ બ્લડ તેમના કામ આવી શકે છે.

(4:15 pm IST)