Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

ભારતીયો ૭ વર્ષથી ૧૫ લાખની રાહ જોવે છે, કયારેક તમે પણ રાહ જુઓ

ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રાએ બીજેપી પર કર્યો કટાક્ષ

નવી દિલ્હી તા. ૨૯ : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. વડા પ્રધાન મોદી ગઈ કાલે બંગાળમાં વાવાઝોડા યાસ દ્વારા સર્જાયાનુ વિનાશની સમીક્ષા કરવા પહોંચ્યા હતા, જયાં મમતા બેનર્જી અડધા કલાકની અંતર્ગત વડા પ્રધાનની સમીક્ષા બેઠકમાં પહોંચ્યા હતા. આ પછી, બંગાળના મુખ્ય સચિવ અલાપન બંદોપાધ્યાયને કેન્દ્ર દ્વારા દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. આ મામલે ભાજપ અને તૃણમૂલના નેતાઓ વચ્ચે શબ્દોનું યુદ્ઘ વધુ તીવ્ર બન્યું હતું. ટીએમસી નેતા મહુઆ મોઇત્રાએ વડા પ્રધાનને કટાક્ષ કરીને કહ્યું કે કે તેઓ ૭ વર્ષથી ૧૫ લાખની રાહ જોઈ રહ્યા છે, થોડીક તમે પણ જોવો. આ સાથે જ કોંગ્રેસ પાર્ટી પણ આ મામલે કૂદી પડી છે.

ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રાએ મમતા બેનર્જીની મોડી સાંજે મીટીંગમાં આવવાને કારણે થયેલા હોબાળા પર કટાક્ષ કર્યો હતો. મહુઆ મોઇત્રાએ ટ્વીટ કર્યું, ૩૦ મિનિટ મોડું થયું એમાં આટલો હોબાળો? ભારતીયો ૭ વર્ષથી ૧૫ લાખ રૂપિયાની રાહ જોઈ રહ્યા છે. એટીએમની બહાર કલાકો સુધી રાહ જુએ છે. મહિનાઓથી રસીની રાહ જુએ છે. થોડીક રાહ તમેંપણ જોઈ લિયો કયારેક.

(4:16 pm IST)