Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

'બબીતા' સામે પોલીસમાં ફરિયાદઃ વાલ્મીકી સમાજના અપમાનનો આરોપ

મુનમુન દત્તાએ એક વિડીયોમાં જાતીવાદી શબ્દનો ઉપયોગ કર્યો હતોઃ અભિનેત્રીની આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સે સખત વિરોધ નોંધાવ્યો હતો

મુંબઇ, તા.૨૯: એકટ્રેસ મુનમુન દત્ત્।ાની એક ટિપ્પણી પર વિવાદ બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. થોડાક દિવસો પહેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંની બબીતા એટલે કે મુનમુન દત્તાએ એક વિડીયોમાં જાતીગત ટિપ્પણી કરી હતી જે બાદ એક પછી એક વિવાદ સર્જાવા લાગ્યા છે. અભિનેત્રીએ તે ટિપ્પણી બદલ થોડા દિવસ બાદ સોશિયલ મીડિયામાં માફી પણ માંગી હતી. પરંતુ હવે આ વિવાદ થંભવાનું નામ નથી લઇ રહ્યો. ફરિયાદ મુંબઇમાં નોંધાઇ છે, અગાઉ હરીયાણા, મધ્યપ્રદેશમાં પણ કેસ નોંધાયો હતો.

અભિનેત્રી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. અંબોલી પોલીસે અભિનેત્રી સામે ફરિયાદ નોંધી છે. આ ફરિયાદ અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર પ્રતિબંધ નિયમો (એટ્રોસિટી એકટ) ૨૦૧૫ હેઠળ નોંધવામાં આવી છે. ખરેખર સોશિયલ મીડિયા પર વીડિયો બનાવતી વખતે મુનમુન દત્તાએ કહ્યું કે હું પણ યુટ્યુબ પર આવવા જઇ રહી છું. અને આ દરમિયાન જાતિગત ટિપ્પણી કરી હતી. ફરિયાદીનો આરોપ છે કે આ દરમિયાન તેણે વાલ્મિકી સમાજનું અપમાન કર્યું હતું.તમને જણાવી દઈએ કે મુનમુન દત્ત્।ા એ આ વિડીયો ૧૦ મેના રોજ પોસ્ટ કર્યો હતો. અને ૨૬ મેના રોજ આ ફરિયાદ નોંધવામાં આવી છે. એટ્રોસિટીની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, જે ઇંસ્ટાગ્રામ પ્રોફાઇલ પર આ વિડીયો શેર કરવામાં આવ્યો હતો તેમાં લાખો સભ્યો છે અને આ વિડીયો જોઈને સમાજના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે અને તેનું અપમાન થયું છે. તેથી મુનમુન દત્તા સામે તાત્કાલિક એફઆઈઆર દાખલ થવી જોઇએ અને તેની ધરપકડ થવી જોઈએ.તમને જણાવી દઇએ કે અભિનેત્રીએ તેના એક વિડીયોમાં દલિત સમુદાય માટે જાતીવાદી શબ્દનો ઉપયોગ કર્યો હતો. અભિનેત્રીની આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સે સખત વિરોધ નોંધાવ્યો હતો અને દ્યણા લોકોએ તેના આ વિડીયો સામે વાંધો ઉઠાવ્યો હતો. જો કે તેની ભૂલનો અહેસાસ થતાં જ મુનમુને વિડીયો ઇન્સ્ટાગ્રામ પરથી ડિલીટ કરી સ્પષ્ટતા કરી હતી.

 

(4:18 pm IST)