Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

રાજ્યોને રેમડેસિવિર ઇન્જેક્શન કંપની પાસેથી સીધું ખરીદવું પડશે : કેન્દ્ર સરકાર નહીં આપે

સરકારે રાજ્યોને રેમડેસિવિરના કેન્દ્રીય પૂરવઠાને બંધ કરવાનો નિર્ણય કર્યો : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની જાહેરાત

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. દરેક તરફ રેમડેસિવિર ઇન્જેક્શનની મારામારી જોવા મળી હતી. કેટલાક રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઉપયોગી રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી પણ જોવા મળી હતી. આ સિવાય કેટલાક શહેરમાં પોલીસે નકલી રેમડેસિવિર ઇન્જેક્શન પણ જપ્ત કર્યા હતા. ઓછુ પ્રોડક્શન હોવાને કારણે આ ઇન્જેક્શન કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવી રહ્યા હતા પરંતુ સરકારે જાહેરાત કરી છે કે હવે રાજ્ય સરકાર ખુદ પોતાની જરૂરતના હિસાબથી આ ઇન્જેક્શન ખરીદી શકે છે.

રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે જાહેરાત કરી કે સરકારે રાજ્યોને રેમડેસિવિરના કેન્દ્રીય પૂરવઠાને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ તેમણે કહ્યુ કે નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇસિંગ એજન્સી અને સીડીએસસીઓને દેશમાં રેમડેસિવિરની ઉપયોગીતા પર સતત નજર રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

 

સરકાર અનુસાર, હવે દેશમાં રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવાના પ્લાન્ટ 20થી વધીને 60 થઇ ગયા છે. સાથે જ સરકારે કહ્યુ કે હવે ડિમાન્ડથી વધુ સપ્લાય છે. મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા લખ્યુ, “મને તમને બધાને આ જણાવતા ખુશી અને સંતૃષ્ટી થઇ રહી છે કે રેમડેસિવિરનું ઉત્પાદન 10 ઘણુ વધી ગયુ છે. પીએમ મોદીના કુશળ નેતૃત્વમાં 11 એપ્રિલ 2021માં દરરોજ 33,000 ઇન્જેક્શનની વાયલ બની રહી હતી પરંતુ હવે દરરોજ આ વધીને સાડા 3 લાખ પહોચી ગઇ છે

  અમેરિકાની કંપની ગિલિએડ સાયન્સેસ પાસે રેમડેસિવિરની પેટન્ટ છે, તેને ચાર ભારતીય કંપનીઓ પાસે તેને બનાવવાનું એગ્રીમેન્ટ કર્યુ છે, તે કંપની- સિપ્લા, હેટેરો લેબ્સ, જુબલિએંટ લાઇફસાઇન્સેસ અને મિલાન છે. આ ચારેય કંપની મોટા પાયે તેને બનાવે છે અને દુનિયાના આશરે 126 દેશને તેની નિકાસ કરે છે. આ મોંઘી દવા છે, જેની કિંમત ભારતીય બજારમાં આશરે 4800 રૂપિયા છે પરંતુ કાળા બજારમાં આ ઘણી વધુ ઉંચી કિંમતમાં વેચવામાં આવી રહી હતી.

(7:11 pm IST)