Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

પ્રધાનમંત્રી મોદીની મોટી ઘોષણા : કોરોના ને લીધે માતાપિતા અથવા વાલી ગુમાવનારા તમામ બાળકોને ‘પીએમ-કેર ફોર ચિલ્ડ્રન’ યોજના હેઠળ સપોર્ટ કરાશે અને તેમનું શિક્ષણ સુનિશ્ચિત કરાશે

નવી દિલ્હી : પ્રધાનમંત્રી મોદીએ મોટી ઘોષણા કરી છે. COVID19 ને લીધે માતાપિતા અથવા વાલી ગુમાવનારા તમામ બાળકોને ‘પીએમ-કેર ફોર ચિલ્ડ્રન’ યોજના હેઠળ સપોર્ટ કરવામાં આવશે. આવા બાળકો એકવાર 18 વર્ષના થઈ જાય ત્યારે તેમને માસિક સ્ટાઈપન્ડ અપાશે અને જ્યારે તેઓ 23 વર્ષના થાય ત્યારે 10 લાખ રૂપિયાનું ભંડોળ પીએમ કેર ફંડમાંથી અપાશે.

કોવિડથી તેમના માતાપિતાને ગુમાવનારા બાળકો માટે નિ:શુલ્ક શિક્ષણ સુનિશ્ચિત કરાશે. આ સાથે બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુકેશન લોન મેળવવા માટે મદદ પણ કરવામાં આવશે અને પીએમ કેર આ લોન પરનું વ્યાજ ચૂકવશે તેમ વડા પ્રધાન કચેરી (PMO) એ જાહેર કર્યું છે.

(7:13 pm IST)