Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

દિલ્હીએ કોરોનાના ખરાબ દોર માટે તૈયાર રહેવું પડશે

આઈઆઈટી દિલ્હીના અહેવાલમાં ચેતવણી : કોવિડ-૧૯ના રોજ ૪૫,૦૦૦ કેસ નોંધાઇ શકે, તેમાંથી ૯,૦૦૦ દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડશે

નવી દિલ્હી, તા. ૨૯ : આઇઆઇટી-દિલ્હીએ પોતાના એક રિપોર્ટમાં કહ્યું કે દિલ્હીને કોરોનાના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઇએ. અહીં કોવિડ ૧૯ સંક્રમણના દરરોજ લગભગ ૪૫,૦૦૦ કેસ નોંધાઇ શકે છે. તેમાંથી ,૦૦૦ દર્દીઓ એવા હશે. જેમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડશે. રિપોર્ટ કોરોનાની ત્રીજી લહેરને લઇને દિલ્હી હાઇકોર્ટમાં જમા કરાવ્યો છે.

શુક્રવારે દાખલ કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રકારના સંકટમાંથી બહાર નિકળવા માટે શહેરને દરરોજ કુલ ૯૪૪ મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડશે. તેને લઇને જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ જસમીત સિંહની પીઠે દિલ્હી સરકાર પાસે અઠવાડિયાની અંદર એક ચાર્જશીટ દાખલ કરવા માટે કહ્યું છે. તેમાં રિપોર્ટમાં કરવામાં આવેલી ભલામણોના આધારે આપવામાં આવેલી સમયસીમા સુધી જરૂરી પગલાં ભરવાની યોજના જણાવવાનું કહેવામાં આવ્યું છે. કોર્ટે રિપોર્ટના નિષ્કર્ષોમાંથી એકને મહત્વપૂર્ણ ગણાવતાં કહ્યું કે સરકારને વિભિન્ન સ્થળો પર અને હોસ્પિટલોમાં ઓક્સિજન  ઉત્પાદન એકમો સ્થાપવા જોઇએ

પીઠે કહ્યું કે આપણે સદીમાં એકવાર આવનાર મહામારીનો સામનો કરી રહ્યા છીએ. ઐતિહાસિક પ્રમાણોના અનુસાર અંતિમ મહામારી ૧૯૨૦માં આવી હતી. ઓક્સિજન મેન્યુફેક્ચરિંગની સ્થાપનાને પ્રથમ પ્રાથમિકતા માનવામાં આવે.

આઇઆઇટી દિલ્હીના રિપોર્ટમાં સ્થિતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પહેલી સ્થિતિમાં કોરોનાની બીજી લહેરની જેવી પરિસ્થિતિઓ રહેવા પર દર્દીઓની સંખ્યા, હોસ્પિટૅલમાં ભરતી થનાર લોકોની સંખ્યા, ઓક્સિજનની જરૂરનું અનુમાન લગાવવામાં આવ્યું છે. બીજી સ્થિતિ નવા કેસના ૩૦ ટકા વધવાની સંભાવના વચ્ચે પડનાર જરૂરિયાતોને લઇને છે. તો ત્રીજી સ્થિતિમાં દર્દીઓની સંખ્યા ૬૦ ટકાના વધારો થવાની વાત કરવામાં આવી છે. ત્રીજી સ્થિતિમાં દરરોજ ૪૫ હજારથી વધુ કેસ આવવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

એક સમાચાર અનુસાર આઇઆઇટી-દિલ્હીના પ્રોફેસર સંજય ધીરે રિપોર્ટના નિષ્કર્ષોને લઇને કોર્ટમાં કહ્યું કે ઓક્સિજન ભંડારની ક્ષમતામાં વધારો, દિલ્હીની બહારથી આપૂર્તિમાં સુધાર અને ક્રાયોજેનિક ઓક્સિજન ટેક્નરોની કમીચે દૂર કરવા માટે તાત્કાલીક ઉપાય કરવા જોઇએ. સાથે ઓક્સિજન માટે રિફિલરોની સંખ્યા વધારવાની પણ ભલામણ કરવામાં આવી છે. તેના હેઠળ હોસ્પિટલોને સ્થાનિક રિફલિંગ સ્ટેશન સ્થાપવા અંગે વિચાર કરવા માટે કહેવામાં આવ્યું છે. રિપોર્ટના અનુસાર દિલ્હી સરકાર વિતરણને સુવ્યવસ્થિત કરવા માટે ૨૦-૧૦૦ ટનની ક્ષમતાવાળા ૨૦-૨૫ ક્રાયોજેનિક ઓક્સિજન ટેક્નર ખરીદવા જોઇએ.

(7:21 pm IST)