Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડાએ પત્ની સાથે કિસ કરતો ફોટો શેર કરતા વિવાદ થયો

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડા લગ્નની ૧૬મી વર્ષગાંઠ મનાવી : તસવીર બાદ સોશિયલ મીડિયા પર લોકો કોમેન્ટ કરે છે

ટોરેન્ટો , તા. ૨૯ : કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ પોતાના લગ્નની ૧૬મી વર્ષગાંઠ અનોખી રીતે મનાવી છે. પીએમ ટ્રુડોએ પોતાની પત્ની સોફીની સાથે કિસ કરતો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તસવીરની સાથે ટ્રુડોએ લખ્યુ છે કે મારા પ્રેમ તમને લગ્ન વર્ષગાંઠની ખુબ-ખુબ શુભેચ્છા. મારી તરફથી કામના છે કે તમારો દરેક દિવસ રોમાંચ ભર્યો હોય. સોફી હું તને ખુબ પ્રેમ કરુ છું.

તસવીર બાદ સોશિયલ મીડિયા પર લોકો કોમેન્ટ કરી રહ્યાં છે.

અત્યાર સુધી અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. જીવનના ૪૯ વર્ષ પસાર કરી ચુકેલા જસ્ટિન ટ્રુડો અને ૪૬ વર્ષીય પત્નીની સુંદર જોડી પ્રથમવાર બાળપણમાં કેનેડાના મોંટ્રિયલ શહેરમાં મળ્યા હતા. જ્યાં સોફી જસ્ટિન ટ્રુડોના નાના ભાઈના ક્લાસમાં અભ્યાસ કરતી હતી.

વર્ષ ૨૦૦૩માં બન્નેની એકવાર ફરી એક ચેરિટી કાર્યક્રમમાં મુલાકાત થઈ હતી. થોડા સમય બાદ તેણે ડેટિંગ શરૂ કરી દીધુ. અંતે વર્ષ ૨૦૦૫માં ટ્રુડોએ મોંટ્રિયલમાં સોફી સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ બન્નેને ત્રણ બાળકો છે. ટ્રુડો લગ્નના આટલા વર્ષો બાદ પણ હંમેશા સોફીની સાથે પોતાના અતૂટ પ્રેમને સોશિયલ મીડિયા પર વ્યક્ત કરતા રહે છે.

સોફી એક ટીવી એક્નર રહી ચુકી છે. હવે તે ચેરિટી કાર્યક્રમ કરતી રહે છે. ખાસ કરીને તે મહિલાઓ અને બાળકોના મુદ્દે કામ કરે છે. તેણે પાછલા વર્ષે એક ગીત પણ ગાયુ હતું જેની ખુબ પ્રશંસા થઈ હતી.

(7:23 pm IST)