Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

કેનેડામાં ઓનલાઈન બેઠકમાં સાંસદે કેમેરા સામે પેશાબ કર્યો

કેનેડાના સાંસદ શરમજનક હરકત : વિલિયમ અમોસ નામના સાંસદે શરમજનક હરકત અંગે સ્પષ્ટતા કરી, દીલગીરી વ્યક્ત કરતા બિનશરતી માફી માગી

ટોરેન્ટો, તા. ૨૯ : કેનેડાના સાંસદોની ઓનલાઈન બેઠક દરમિયાન એક સાંસદે કેમેરાની સામે નગ્ન થઈને પેશાબ કરવાની શરમજનક હરકત કરી છે.

પહેલા પણ સાંસદ સંસદની અન્ય એક ઓનલાઈન બેઠકમાં નગ્ન હાલતમાં નજરે પડયા હતા. સાંસદનુ નામ વિલિયમ અમોસ છે. તેમણે હવે પોતાની હરકત અંગે સ્પષ્ટતા કરતા કહ્યુ છે કે, ગઈકાલે રાતે સંસદની કાર્યવાહી દરમિયાન હું અજાણતા કેમેરા સામે પેશાબ કરવા માંડ્યો હતો, હું મારી હરકત બદલ શરમ અનુભવુ છું અને જે લોકોએ જોઈને પરેશાની અનુભવી હતી તેના માટે પણ હું દિલિગરી અનુભવુ છું, માટે હું બિન શરતી માફી માંગુ છું.

બીજી તરફ વિપક્ષે સત્તાધારી પાર્ટીના સાંસદની ઝાટકણી કાઢતા કહ્યુ હતુ કે, અમોસ કોફીના એક કપમાં પેશાબ કરી રહ્યા હતા. અમોસ બીજી વખત સાંસદો સામે નગ્ન હાલતમાં નજરે પડ્યા છે. ભલે સંસદની બેઠક ઓનલાઈન હોય પણ તેમાં પ્રકારના વ્યવહારને કોઈ સ્થાન નથી. પીએમ જસ્ટિન ટ્રૂડોની પાર્ટી સંસદના કામકાજ માટે સુરક્ષિત માહોલ બનાવવામાં નિષ્ફળ ગઈ છે. સાંસદ અમોસ કેનેડાના ક્યુબેકનુ પ્રતિનિધિત્વ કરે છે.તેમની હરકત બાદ લોકો ભારે ટીકા કરી રહ્યા છે. પહેલા એપ્રિલ મહિનામાં અમોસ સંસદની એક બેઠક દરમિયાન કપડા વગર નજરે પડ્યા હતા. તે વખતે પણ અમોસે કહ્યુ હતુ કે મારી ભૂલ થઈ ગઈ હતી. હું જોગિંગ કરીને ઘરે આવ્યો હતો અને કપડા બદલી રહ્યો હતો ત્યારે કેમેરા ભૂલથી ઓન થઈ ગયો હતો. માટે હું માફી માંગુ છું. ફરી આવુ નહીં થાય.

જોકે આવી ખાતરી આપ્યાના એક મહિનામાં અમોસે પોતાની હરકતને દોહરાવી છે.

(7:24 pm IST)